Govt of India/ હમાસની જેમ ઓચિંતો હુમલો રોકવા ભારતે સરહદ પર સુરક્ષા વધારવા લીધો નિર્ણય

હમાસના આશ્ચર્યજનક હુમલાએ દેશને સરહદી વિસ્તારોને લઈને કેટલાક પગલાંને ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ભારત હમાસ જેવા હુમલાને રોકવા ડ્રોનનો ઉપયોગ કરીને એક વ્યાપક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી રહ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 27T170336.991 હમાસની જેમ ઓચિંતો હુમલો રોકવા ભારતે સરહદ પર સુરક્ષા વધારવા લીધો નિર્ણય

દુનિયા અત્યારે દેશો વચ્ચે યુદ્ધ સ્થિતના સંઘર્ષનો સામનો કરી રહી છે. યુક્રેન-રશિયા બાદ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. સુરક્ષાને લઈને શ્રેષ્ઠ મનાતા એવા ઇઝરાયેલ પર હમાસ દ્વારા ઓચિંતો હુમલો થતા વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. હાલમાં પણ બંને દેશોને અન્ય દેશોએ સમર્થન આપતા યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. હમાસને અન્ય મુસ્લિમ દેશોનું સમર્થન મળી રહ્યું છે. આથી ભારતે તકેદારીના ભાગરૂપે સીમા સુરક્ષા મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

ભારત હમાસ જેવા હુમલાને રોકવા ડ્રોનનો ઉપયોગ કરીને એક વ્યાપક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી રહ્યું છે. ભારતની સરહદો પર સંરક્ષણ અધિકારીઓ 6 સ્થાનિક ડ્રોન સર્વેલન્સ વિક્રેતાઓ સાથે મુલાકાત લીધી. સાથે દેશના કાયમી દુશ્મન એવા ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતર્કતા વધારી. જેના બાદ ટૂંક સમયમાં કેટલાક સરહદી વિસ્તારોમાં વધુ ચુસ્ત બંદોબસ્ત લાગુ કરવામાં આવશે.

એક અખબારના અહેવાલ મુજબ સપ્તાહના અંતમાં અથવા આવતા મહિને આ મામલે ઘોષણા થવાનું અનુમાનછે. આ મામલે એક સૂત્રે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે આ સિસ્ટમને આવતા વર્ષના મે મહિનાની શરૂઆતમાં બોર્ડરના કેટલાક ભાગોમાં લાગુ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો ખટાશ ભર્યા રહ્યા છે. આથી જ સરહદી વિસ્તાર પર દેખરેખ રાખવા સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવા પર વિચારણા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના રણ વિસ્તાર અને હિમાલય બાજુનો સરહદી વિસ્તાર હંમેશા તણાવભર્યો માહોલ હોય છે. આથી સંવેદનશીલ સરહદી વિસ્તારો પર 24 કલાક દેખરેખ રાખવા ભારતે આ પગલું ઉઠાવ્યું છે.

યુક્રેન અને ઇઝરાયેલ યુદ્ધે મોદી સરકારને સરહદી વિસ્તારની સુરક્ષાને લઈને વધુ સાવધાન રહેવાના સંકેત આપ્યા છે. સાથે પોતાના સૈનિકો તેમજ શસ્ત્રોના ભંડાર, યુદ્ધની તૈયારી અને યુદ્ધના મેદાનમાં પ્રાથમિકતાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પાડી છે. હમાસના આશ્ચર્યજનક હુમલાએ દેશને સરહદી વિસ્તારોને લઈને કેટલાક પગલાંને ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

ઇઝરાયેલની જેમ ભૂતકાળમાં પણ ભારત ઓચિંતા હુમલાનો શિકાર બન્યું છે. 2008માં, હુમલાના શસ્ત્રો અને ગ્રેનેડથી સજ્જ પાકિસ્તાની હુમલાખોરો દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા અને ત્રણ દિવસ સુધી શહેરના મુખ્ય સ્થળોને ઘેરો ઘાલ્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. જ્યારે ભારતની પશ્ચિમી સરહદ પર હથિયારો અને ડ્રગ્સની હેરફેર માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલો અનુસાર, આ સિસ્ટમને સરહદોના સમગ્ર ભાગને આવરી લેવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. તેની કિંમત વાર્ષિક $500 મિલિયન સુધી હોઈ શકે છે. અહેવાલ મુજબ હાઈ-એલ્ટિટ્યૂડ સ્યુડો-સેટેલાઈટ્સ અને સોલર પાવર્ડ ડ્રોન હશે. તેઓ ઉતરાણ કર્યા વિના લાંબા સમય સુધી કામ કરી શકે છે. આનો ઉપયોગ સર્વેલન્સ સિસ્ટમ માટે કરવામાં આવશે. 24/7 ઊંચાઈમાં શક્તિશાળી ડ્રોન સરહદ પરના પરંપરાગત રડાર નેટવર્કના બેકઅપ તરીકે પણ કામ કરશે. અને આ ચિત્રો સીધા સ્થાનિક કમાન્ડ સેન્ટરોને મોકલશે. સરહદી વિસ્તાર પર ડ્રોન તૈનાત કરાશે અને તેના સહાયક સોફ્ટવેરને સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 હમાસની જેમ ઓચિંતો હુમલો રોકવા ભારતે સરહદ પર સુરક્ષા વધારવા લીધો નિર્ણય


આ પણ વાંચો : Indian Mobile Congress/ PM મોદીએ 100 5G લેબનું કર્યું ઉદ્ઘાટન, 6G-AI થી લઈને સાયબર સુરક્ષા સુધીની દરેક બાબતની ચર્ચા કરી

આ પણ વાંચો : પિટારો ખૂલ્યો/ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી પહેલાં ‘બોણી’

આ પણ વાંચો : Land Mafia/ જામનગરમાં કોર્પોરેટર જ બન્યો ભૂમાફિયા, પોલીસ ફરિયાદ દાખલ