Pakistan/ પાકિસ્તાનમાં મફત લોટના ચક્કરમાં 11ના મોત, નાસભાગ અને અન્ય ઘટનાઓમાં 60 ઘાયલ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે. જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગઈ છે

Top Stories World
Economic Crisis

Economic Crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે. જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગઈ છે, ગરીબોને જીવ આપીને કિંમત ચૂકવવી પડી રહી છે. પંજાબ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં સરકારી દુકાનમાંથી મફત લોટ મેળવવા માટે થયેલી નાસભાગ અને અન્ય ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ગરીબો માટે મફત લોટ યોજના ચલાવવામાં આવી રહી છે. (Economic Crisis) ખાસ કરીને પંજાબમાં આના પર વધુ ભાર છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાનની લોકપ્રિયતાને રોકવાનો છે.  મફતનો લોટ લેવા માટે એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી જવાથી બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષના મોત થયા હતા.

દક્ષિણ પંજાબના સાહિવાલ, બહાવલપુર, (Economic Crisis) મુઝફ્ફરગઢ અને ઓકારામાં નાસભાગ દરમિયાન અન્ય 60 લોકો ઘાયલ થયા હતા. ફૈસલાબાદ, જેહાનિયા અને મુલતાન જિલ્લામાંથી પણ મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, પોલીસે આ માટે પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહીને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે, જાહેર વિતરણ કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે.

Government Bungalow/ ગુલામ નબી આઝાદ, અડવાણી અને માયાવતી… એ મોટા નેતાઓ જે સાંસદ નથી, છતાં રહે છે સરકારી બંગલામાં, જાણો કારણ

MCD Budget/ MCD બજેટ સત્ર દરમિયાન હોબાળો, ગૃહમાં મોદી અને કેજરીવાલના લાગ્યા નારા

Campaign/ મોદી અટક પર ટિપ્પણી કરી હતી ત્યાંથી શરૂ થશે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી ‘સત્યમેવ જયતે’ અભિયાન

Political/ મમતા બેનર્જી વોશિંગ મશીન સાથે સ્ટેજ પર દેખાયા,કાળા કપડા મશીનમાં નાંખી સફેદ બહાર કાઢ્યા,ભાજપ પર કર્યો કટાક્ષ