Not Set/ IPL 2019 : મેગા ફાઈનલમાં મુંબઈએ મારી બાજી, ચેન્નઇનું ચેમ્પિયનનું સ્વપ્ન થયુ ચકનાચૂર

IPL સીઝન 12ની બે હોટ ફેવરેટ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંન્ડિયન્સ વચ્ચે ફાઈનલ જંગ રવિવારે રાત્રે થયો. જેમા ક્રિકેટનાં ચાહકોએ ખૂબ મજા માણી હતી. બંન્ને ટીમ જે રીતે હોટ ફેવરેટ ગણાતી હતી તેવો જ ફાઈનલનો જંગ પણ જોવા મળ્યો હતો. બંન્ને આઇપીએલ ચેમ્પિયન ટીમો તેમના પ્રભુત્વને સાબિત કરવા માટે એકવાર ફરીથી મેચમાં ટાઇટલ […]

Top Stories Sports
final of ipl t20 2019 csk vs 5b0d9fb8 74ee 11e9 917f a7c44b2c9cdc IPL 2019 : મેગા ફાઈનલમાં મુંબઈએ મારી બાજી, ચેન્નઇનું ચેમ્પિયનનું સ્વપ્ન થયુ ચકનાચૂર

IPL સીઝન 12ની બે હોટ ફેવરેટ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંન્ડિયન્સ વચ્ચે ફાઈનલ જંગ રવિવારે રાત્રે થયો. જેમા ક્રિકેટનાં ચાહકોએ ખૂબ મજા માણી હતી. બંન્ને ટીમ જે રીતે હોટ ફેવરેટ ગણાતી હતી તેવો જ ફાઈનલનો જંગ પણ જોવા મળ્યો હતો. બંન્ને આઇપીએલ ચેમ્પિયન ટીમો તેમના પ્રભુત્વને સાબિત કરવા માટે એકવાર ફરીથી મેચમાં ટાઇટલ જીતવા મેદાને ઉતરી હતી. આ મેચ પહેલા, બંને ટીમોએ તેમના ખિતાબમાં 3-3 ટાઇટલ જીત્યા હતા.  અંતિમ બોલ સુધી ચાલેલી ફાઈનલ મેચે લોકોનાં પૈસા વસુલ કર્યા હતા. અંતે, મુંબઇએ ચેન્નઈને 1 રને હરાવ્યું અને તેનું શીર્ષક અને ખિતાબ બનાવ્યો. હવે આઈપીએલની ટ્રોફી ચોથી વખત કબજે કરનાર ટીમ મુંબઈ બની છે. મુંબઇએ આ સિઝનમાં ચેન્નઈને 4 વખત હરાવ્યુ હતુ.

ipl2019finalcskvmi IPL 2019 : મેગા ફાઈનલમાં મુંબઈએ મારી બાજી, ચેન્નઇનું ચેમ્પિયનનું સ્વપ્ન થયુ ચકનાચૂર

મુંબઈની ટીમે પહેલા બેટીંગ કરતા 8 વિકેટનાં નુકસાને 149 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરી ચેન્નઇની ટીમ શેન વોટ્સનની તોફાની બેંટીગ કરવા છતા 1 રને હારી ગઇ હતી. મેચમાં રોમાંચની સીમા ત્યા સુધી હતી કે લોકો મેચનાં છેલ્લા બોલ સુધી નક્કી કરી ન શક્યા કે કોણ આઈપીએલ ટાઈટલ જીતશે. ચેન્નઇની ટીમ તરફથી શેન વોટ્સને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. જેમા 8 ચોક્કા અને 4 છક્કા તેણે ફટકાર્યા હતા. મેચમાં 14 રન આપી 2 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે કૃણાલ પંડ્યા, લસિથ મલિંગા અને રાહુલ ચહરને 1-1 વિકેટ મળી હતી. મુંબઈની ટીમ આઈપીએલનો ખિતાબ ચાર વખત જીતવામાં સફળ રહી છે. તેણે આ પહેલા 2013, 2015, 2017 અને હવે 2019માં આઈપીએલ ખિતાબને પોતાના નામે કર્યો છે.

મુંબઈને  149 રને રોકવામાં ચેન્નઇ રહી સફળ

1557635415 8596e1df36ea156d70bbc7b311317c96 IPL 2019 : મેગા ફાઈનલમાં મુંબઈએ મારી બાજી, ચેન્નઇનું ચેમ્પિયનનું સ્વપ્ન થયુ ચકનાચૂર

ચેન્નઇની ટીમનાં આક્રમક બોલરોએ મુંબઈનાં ઈન ફોર્મ બેટ્સમેનોને રોકી રાખ્યા હતા. હાર્દિક પંડ્યાની વાત કરીએ કે કાયરન પોલાર્ડની, બંન્ને ખુલીને બેટીંગ કરવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. તેટલુ જ નહી હાર્દિકને એક જીવંતદાન મળ્યુ હોવા છતા તે ટીમની મદદની વધુ મદદ ન કરી શક્યો. મુંબઈ તરફથી સૌથી વધુ રન કાયરન પોલાર્ડે(41*) કર્યા હતા.

પોલાર્ડને મેચ ફીનાં 25% નો દંડ

IPL Pollardjpg IPL 2019 : મેગા ફાઈનલમાં મુંબઈએ મારી બાજી, ચેન્નઇનું ચેમ્પિયનનું સ્વપ્ન થયુ ચકનાચૂર

મુંબઈની ઇનિંગ્સની છેલ્લી ઓવર ચાલી રહી હતી. બર્થ ડે બોય કાયરન પોલાર્ડ ક્રીઝ પર બેટીંગ કરી રહ્યો હતો. ડી જે બ્રાવોનાં હાથમાં છેલ્લી ઓવરની જવાબદારી હતી. આ ઓવરમાં એવુ બન્યુ કે જેના કારણે પોલાર્ડ ભારે ગુસ્સે થઇ ગયો હતો. છેલ્લી ઓવર ફેંકી રહેલા ડી જે બ્રાવોનાં બીજા બોલમાં બન્યુ એવુ કે, તેણે ફેંકેલી બોલ વાઈડ હોવા છતા એમ્પાયરે તેને વાઈડ ન આપતા, સમગ્ર મામલો ગરમાયો હતો. એમ્પાયરનાં મતે પોલાર્ડ ટ્રેમલાઈન(વાઈડ બોલનો માર્ક)ની નજીક રહીને રમી રહ્યો હોવાને કારણે તેને વાઈડ બોલ ન આપવામાં આવ્યો. તે પછીનાં બોલમાં પોલાર્ડે બોલ રમવાનું ના પંસદ કરતા પીચથી તે ખસી ગયો. જે બાદ એમ્પાયરે તેની સાથએ વાત કરી કે તે આવુ ન કરી શકે, અને ગુસ્સા પર થોડો સંયમ વર્તે. આ ઘટનામાં એમ્પાયરની અવગણના થઇ હોવાનું જોતા તેની ફીસનાં 25 ટકા કટ કરવામાં આવ્યા છે.