Not Set/ મ્યાંમારની ફ્લાઈટનું લેંડિગ ગિયેર થયુ ફેઇલ, પાયલોટની બહાદુરીએ બચાવ્યા યાત્રીઓનાં જીવ

રવિવારે મ્યાંમાર નેશનલ એરલાઇન્સનું એક વિમાન માંડલે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયુ હતુ. લેંડિગ દરમિયાન વિમાનનું ગિયેર ફેઇલ થઇ ગયુ, જેના કારણે વિમાનમાં યાત્રા કરતા 89 લોકોનો જીવ ઉચો થઇ ગયો હતો. ત્યારબાદ પાયલોટે પોતાની સમજણ મુજબ વિમાનનાં પાછળનાં ટાયરો પર ઇમરજંન્સી લેંડિગ કરાવ્યુ હતુ. જ્યારે રન વે પર મ્યાંમાર એરલાઈન્સનો આગળનો […]

Top Stories World
Myanmar Airlines flight UB 103 16aaae6d0a0 large મ્યાંમારની ફ્લાઈટનું લેંડિગ ગિયેર થયુ ફેઇલ, પાયલોટની બહાદુરીએ બચાવ્યા યાત્રીઓનાં જીવ

રવિવારે મ્યાંમાર નેશનલ એરલાઇન્સનું એક વિમાન માંડલે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયુ હતુ. લેંડિગ દરમિયાન વિમાનનું ગિયેર ફેઇલ થઇ ગયુ, જેના કારણે વિમાનમાં યાત્રા કરતા 89 લોકોનો જીવ ઉચો થઇ ગયો હતો. ત્યારબાદ પાયલોટે પોતાની સમજણ મુજબ વિમાનનાં પાછળનાં ટાયરો પર ઇમરજંન્સી લેંડિગ કરાવ્યુ હતુ. જ્યારે રન વે પર મ્યાંમાર એરલાઈન્સનો આગળનો ભાગ જમીન પર ઘસેટાયો હતો. જો કે સારા સમાચાર એ છે કે આ હાદસામાં કોઇ જાનહાની થઇ નથી.

myanmar44456 મ્યાંમારની ફ્લાઈટનું લેંડિગ ગિયેર થયુ ફેઇલ, પાયલોટની બહાદુરીએ બચાવ્યા યાત્રીઓનાં જીવ

એરપોર્ટનાં પ્રવક્તા ક્યો સેને કહ્યુ કે, પાયલોટે લેંડિગ પહેલા કંટ્રોલ પાવરને જાણ કરી હતી કે તે વિમાનનાં આગળનાં ટાયરને ખોલી શકવામાં અસમર્થ છે. વિમાનની લેંડિગનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે. જેમા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કેવી રીતે લેંડિગ કરવામાં આવી. વિમાન રોકતા પહેલા 25 સેકંન્ડ લપસ્યુ હતુ. આ સમગ્ર ઘટનામાં પાયલોટની સમજણને લોકો ખૂબ વખાણી રહ્યા છે.

D6XAt4eWAAEbgDH મ્યાંમારની ફ્લાઈટનું લેંડિગ ગિયેર થયુ ફેઇલ, પાયલોટની બહાદુરીએ બચાવ્યા યાત્રીઓનાં જીવ

એરલાઇન્સ મુજબ, વિમાન યંગૂનથી નિકળ્યુ હતુ અને માંડલેની નજીક હતુ, જ્યા પાયલોટ લેંડિગ ગેયર આપવામાં અસમર્થ રહ્યો હતો. તેણે ઇમરજન્સી પ્રક્રિયાઓનું પાલન કર્યુ અને વિમાનનાં વજનને ઓછુ કરવા વધુ ઈંધણનો ઉપયોગ કર્યો હતો.