Not Set/ જૂનાગઢ: પોલીસની “દબંગગીરી”, મિડીયા કર્મી પર રોષ ભેર લાઠીઓ વરસાવી  

જૂનાગઢ પોલીસે લૂખ્ખાઓને પણ શરમાવે તેવી મિસાલ આપતા લોકશાહીની લાજનાં લીરે લીરા ઉડાવી તાનાશાહીનો વરવો પરિચય આપ્યો છે. લોકોશાહીનાં જતન કરતા અને લોકશાહીનાં ચોથા સ્થંભ તરીકે જેની ગણના કરવામાં આવે છે તેવા મિડીયા પર દમન કરી બેફામ લાઠી વરસાવતા મિડીયા અને પોલીસ આમને સામને આવી ગયા છે. લાઠી ચાર્જ અને પોલીસ દમન સામે મિડીયા કર્મીઓએ […]

Top Stories Gujarat Others
jun1 જૂનાગઢ: પોલીસની “દબંગગીરી”, મિડીયા કર્મી પર રોષ ભેર લાઠીઓ વરસાવી  

જૂનાગઢ પોલીસે લૂખ્ખાઓને પણ શરમાવે તેવી મિસાલ આપતા લોકશાહીની લાજનાં લીરે લીરા ઉડાવી તાનાશાહીનો વરવો પરિચય આપ્યો છે. લોકોશાહીનાં જતન કરતા અને લોકશાહીનાં ચોથા સ્થંભ તરીકે જેની ગણના કરવામાં આવે છે તેવા મિડીયા પર દમન કરી બેફામ લાઠી વરસાવતા મિડીયા અને પોલીસ આમને સામને આવી ગયા છે. લાઠી ચાર્જ અને પોલીસ દમન સામે મિડીયા કર્મીઓએ મોરચો ખોલ્યો છે અને જૂનાગઢ SP કચેરીએ મીડિયા કર્મીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં પર  બેસી ગયા છે. સૌરાષ્ટ્રનાં તમામ પત્રકારો જૂનાગઢમાં એકઠા થઇ પોલીસની દાદાગીરી સામે મોરચો માંડ્યો છે.

jun2 જૂનાગઢ: પોલીસની “દબંગગીરી”, મિડીયા કર્મી પર રોષ ભેર લાઠીઓ વરસાવી  

આપને જણાવી દઇએ કે પોલીસ અને પત્રકારો વચ્ચેનાં  વિવાદનો જન્મ જૂનાગઢ રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં થયો હતો. વાત જાણે એમ છે કે જૂનાગઢ રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં  કવરેજ કરી રહેલા ન્યૂઝ ચેનલના પત્રકારોને પોલીસ વચ્ચે તેની ફરજ બજાવતા અટકાવીને તેના ઉપર રક્ષકને બદલે  ભક્ષક બની પોલીસે બેફામ લાઠીઓ વિંઝી ચેનલમાં પ્રસારણ કરવામાં ઉપયોગમાં લેવાતી લાઈવ કીટ અને કેમેરાને તોડી પાડતા પૂરા રાજ્ય અને દેશના મિડીયા કર્મીઓમાં રોષ છવાયો ગયો  છે. પોલીસની તાનાશાહી અને ગુંડાગીરીનાં લાઇવ વિડીયો ફૂટેજ સામે હોવા છતા બેશરમીની હદ વટાવી ગૃહ ખાતાએ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોડી સાંજ સુધી જવાબદારો સામે કોઈ પણ પ્રકારનાં પગલા ન લેતા  સત્તાધીશોની નીતિ-રીતી આ મામલાને દબાવવાની હોવાનું સામે આવી રહ્યું છે.

jun4dharna જૂનાગઢ: પોલીસની “દબંગગીરી”, મિડીયા કર્મી પર રોષ ભેર લાઠીઓ વરસાવી  jng જૂનાગઢ: પોલીસની “દબંગગીરી”, મિડીયા કર્મી પર રોષ ભેર લાઠીઓ વરસાવી  

ખાખીની લાઠીનાં બળથી ખેડૂત, શ્રમિકો બેરોજગારો, દેખાવકારો અને શાંતીથી દેખાવો કરાતા લોકોને છાશવારે બેરહેમીથી ધોકાવતી પોલીસ ગેંગ દ્રારા તમામ મર્યાદાને નેવે મુકી દબંગાઇ દેખાડવામાં આવી અને લોકશાહીનાં ચોથા સ્તંભ પત્રકારિત્વને કચડી નાખવાનો નાલેશી ભર્યો પ્રયાસ કરવામાં આવતા “દાલ મે કુછ કાલા હે” જેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. આમતો લાઠી ચાર્જ કરવા માટે પોલીસ દ્રાર અનેક પ્રકારની પરવાનગી લેવાની હોય છે અને શાંતીનાં તમામ પ્રકારનાં પ્રયાસો બાદ છેલ્લો વિકલ્પ લાઠી ચાર્જ હોય છે અને તે પણ તોફાની ટોળા અને અસામાજીક તત્વો પર, પરંતુ આમા તો આ મતલબનું કોઇ પણ કારણ હાજર ન હતું અને હતા પણ સમાજ માટે જવાબદરી પૂર્વક કામ કરતા મિડીયાકર્મીએ માત્ર એક અહમનાં ટકરાવમાં લાઠી ચાર્જ સંપૂર્ણ પણે દબંગાઇની હદ સમાન છે. ત્યાર