કૃષિ આંદોલન/ શાંતિ પ્રદર્શન બન્યું હિંસક, ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો બેરીકેડ્સ તોડી પોલીસ વાહન પર ચઢ્યા, તો પોલીસે છોડ્યા…

ટ્રેક્ટર રેલી બની હિંસક, ખેડૂતો બેરીકેડ્સ તોડી પોલીસ વાહન પર ચઢ્યા, તો પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યા શાંતિ પ્રદર્શન બન્યું હિંસક

Top Stories India
11 1 શાંતિ પ્રદર્શન બન્યું હિંસક, ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો બેરીકેડ્સ તોડી પોલીસ વાહન પર ચઢ્યા, તો પોલીસે છોડ્યા...

દિલ્લીમાં કિસાનોએ પોતાનો ઉગ્ર સ્વરૂપ દેખાડીને કેન્દ્ર સરકારની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કિસાનોએ લાલ કિલ્લા ઉપર પોતાનો કબ્જો જમાવીને હલ્લાબોલ કર્યું છે. લાલ કિલ્લા ઉપર કિસાનોએ પોતાનો ઝંડો લહેરાવી દઈને કેન્દ્ર સરકારને ખુલ્લો ચૅલેન્જ આપ્યો છે.

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો આજે દિલ્હી-એનસીઆરમાં ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે. પરંતુ હવે આ ટ્રેક્ટર પરેડ હંગામોનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. લાઠીચાર્જ અને અથડામણના સમાચારોની વચ્ચે હવે ખેડુતો દિલ્હીના લાલ કિલ્લામાં ઘૂસી ગયા હોવાના મોટા સમાચાર છે. એટલું જ નહીં, ઘણાં મેટ્રો સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની પ્રતીક્ષા કરવામાં આવે છે.

કૃષિ કાયદા સામે ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે વિરોધ કરી રહેલા ખેડુતો દ્વારા આજે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. દિલ્હી પોલીસે નક્કી કરેલા સમય પૂર્વે જ ખેડુતો દિલ્હીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ઘણા સ્થળોએ ખેડુતો દ્વારા બેરીકેડ્સ તોડી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અનેક તસવીરોમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પોલીસ વાહનોની ઉપર ચઢતા જોવા મળે છે. વિરોધના નામે ઉગ્ર લડાઇઓ થઈ રહી છે.

Farmers begin tractor march in Delhi much before scheduled time | India News - Times of India

સિંઘુ, ટિકરી અને લોની સરહદ પર ખેડુતોએ પોલીસ બેરિકેડ તોડી દિલ્હીની સીમમાં પ્રવેશ કર્યો હતો. જો કે, ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકાઈતે કહ્યું, “અમને એક માર્ગ આપવામાં આવ્યો છે. અમે તે જ રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ. આંદોલન સમાપ્ત નહીં થાય. નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.”

સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. સિંઘુ બોર્ડરથી ખેડુતોની ટ્રેક્ટર રેલી અહીં આવી હતી. તે જ સમયે, સિંઘુ બોર્ડરથી કિસાન મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સત્નામસિંહ પન્નુએ કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે જઈશું અને પાછા આવીશું. અમારે રિંગરોડ જવું છે પણ પોલીસ અટકાવી રહી છે. 30-45 મિનિટનો સમય આપવામાં આવે છે ત્યાં સુધી આપણે અહીં બેસીને નિર્ણય કરીશું.

300 farmers from Gujarat march to Delhi to join tractor rally by farmers | India News,The Indian Express

Political / કેસરિયો ધારણ કરતા નેતાઓને રોકવા માટે કોંગ્રેસ દ્વારા કરાઈ આવી વ્યવસ્થા

કૃષિ આંદોલન / ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ચિલ્લા બોર્ડર પર સ્ટંટ કરતી વખતે ટ્રેકટર પલટ્યું,

કરનલ બાયપાસ પર દિલ્હીમાં પ્રવેશવા માટે પોલીસ બેરિકેડ તોડ્યો

મંગળવારે, દિલ્હીના મુકરબા ચોકમાં બેરીકેટ અને સિમેન્ટ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરી રહેલા ખેડુતોના જૂથ પર પોલીસે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોના કેટલાક જૂથો દિલ્હી પોલીસ દ્વારા ટ્રેક્ટર પરેડ માટે નિર્ધારિત સમય પૂર્વે બેરીકેટને તોડી નાખ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, સિંઘુ સરહદે ખેડુતોના ટોળાને વિખેરવા માટે પોલીસ કર્મચારીઓએ આંસુ ગેસના શેલ ચલાવ્યાં હતાં. તેઓ સમયપત્રક પૂર્વે આઉટર રિંગ રોડ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

રાષ્ટ્રીય રાજધાનીના સરહદ બિંદુઓ પર, ટ્રેકટરોનું ટોળું હતું અને તમામ ટ્રેક્ટર ઉપર ધ્વજ ફરકી રહ્યા હતા. અને તેમાં સવાર પુરુષો અને મહિલાઓ ડ્રમ્સની થપ્પી પર નાચતા હતા. રસ્તાની બંને બાજુ ઉભા રહેલા સ્થાનિકોનએ ફૂલોથી તેમનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, સુરક્ષા કર્મચારીઓ ખેડૂતને સમજાવી રહ્યા હતા કે પ્રજાસત્તાક દિનની પરેડ પૂરી થયા બાદ નિર્ધારિત સમયે રાજપથ ખાતે પરેડ કાઢે.

UP / લાશ લઈ જતી એમ્બ્યુલન્સની કન્ટેનર સાથે ટક્કર, ડાધુઓના કરૂણ મોત

Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો