Not Set/ વેરાવળ : શિક્ષકો શીખવે છે ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના

ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં એક એવી અનોખી સંસ્થા છે કે જે પોતાના વિદ્યાર્થીઓને નવરાત્રીમાં ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના કરતા પણ શીખવે છે. વેરાવળમાં આવેલ શ્રી દાંડિયા કલાસીસના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને આધુનિક સમય પ્રમાણેના ગરબાના સ્ટેપ્સ તો શીખવે જ છે. પરંતુ પ્રાચીન સંસ્કૃતિના ગરબાની પ્રથા તથા સાષ્ટાંગ પ્રણામ સાથે માતાની આરાધના કરી નવરાત્રીના નવે નવ […]

Top Stories Gujarat Others
Geer Garba વેરાવળ : શિક્ષકો શીખવે છે ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના

ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં એક એવી અનોખી સંસ્થા છે કે જે પોતાના વિદ્યાર્થીઓને નવરાત્રીમાં ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના કરતા પણ શીખવે છે.

Geer Garba 3 e1539152806367 વેરાવળ : શિક્ષકો શીખવે છે ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના

વેરાવળમાં આવેલ શ્રી દાંડિયા કલાસીસના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને આધુનિક સમય પ્રમાણેના ગરબાના સ્ટેપ્સ તો શીખવે જ છે. પરંતુ પ્રાચીન સંસ્કૃતિના ગરબાની પ્રથા તથા સાષ્ટાંગ પ્રણામ સાથે માતાની આરાધના કરી નવરાત્રીના નવે નવ નોરતા નું માહાત્મ્ય સમજાવે છે. ત્યારે અહીંયા નવરાત્રીના તાજા સ્ટેપ્સ જેવા કે કમરીયા, છોગાળા જેવા અવનવા સ્ટેપ્સ ની સાથે કાઠિયાવાડની પૌરાણીક અસ્મિતાના ગ્રામ્ય સ્તરમાં થતા ગરબા પણ શીખવવામાં આવે છે.

Geer Garba 2 e1539152841890 વેરાવળ : શિક્ષકો શીખવે છે ગરબાના સ્ટેપ સાથે માતાની આરાધના

અહીં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે નવરાત્રી માત્ર નૃત્યનો તહેવાર નથી આ જગત જનની માતાજીની એક આરાધના છે. તો વિદ્યાર્થીઓ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ સમજી નવે નવ દિવસ દરેક દેવીને લગતી થીમ ઉપર થનગનાટ સભર ગરબા સાથે માતાની આરાધના કરશે.