Australia vs Afghanistan Series/ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે તાલિબાનો સામે ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાનની ટીમ સામે ક્રિકેટ નહીં રમે

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. સત્તારૂઢ તાલિબાનોએ પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે

Top Stories Sports
Australia vs Afghanistan Series

  Australia vs Afghanistan Series: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. સત્તારૂઢ તાલિબાનોએ પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ  એ આની સામે મોરચો ખોલ્યો છે અને અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી રદ કરી છે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ  એ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે. આ શ્રેણી માર્ચના અંતમાં UAEમાં રમવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના વિરોધમાં આ મોટું પગલું ભર્યું છે અને શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પછી યુએઈ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન ટીમ સામે ત્રણ વનડે મેચોની શ્રેણી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ શ્રેણી રમી શકશે નહીં.અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. તેણે પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. તેમને અભ્યાસની સાથે ઘરની બહાર કામ કરવાનો પણ અધિકાર નથી. છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તાલિબાનના આ નિર્ણયના વિરોધમાં ક્રિકેટ સિરીઝ નહીં રમવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડે પણ પોતાના નિવેદનમાં આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, CA અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં મહિલાઓ અને પુરુષોને રમતમાં લાવવા અને તેમના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓની સ્થિતિ સુધારવા માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે પણ સતત સંપર્કમાં છે.

CA એ તેની ઓસ્ટ્રેલિયન સરકારનો પણ સહયોગ માટે આભાર માન્યો છે. તેણે કહ્યું, ‘અમારા નિર્ણય (અફઘાનિસ્તાનથી શ્રેણી રદ કરવા)ને સમર્થન આપવા બદલ તમારો આભાર.’ તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ જ્યોફ એલાર્ડિસે પણ અફઘાનિસ્તાનમાં આ વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.