Gujarat Public Service Commission: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) આજે 21 જિલ્લાઓના 405 કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટે પરીક્ષા લેશે. 21 જિલ્લામાં 97 હજાર ઉમેદવારો પરીક્ષા (Exam) આપવાના છે, તેથી વહીવટીતંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
અત્યાર સુધી, પરીક્ષા કેન્દ્રોમાં પેપર શરૂ થવાના 30 મિનિટ પહેલા પ્રવેશની મંજૂરી હતી. હવે તેના બદલે અઢી કલાક પહેલા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને હોલ ટિકિટ (Hall Ticket)માં આપેલી સૂચનાઓ વાંચવા માટે ખાસ અપીલ કરી છે. 405 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. GPSC એ વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરવા માટે પરીક્ષાનું આયોજન કર્યું છે.
રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary Exam) યોજાશે. પરીક્ષા આપનારા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્રે પણ સાવચેતી રાખી છે. બે દિવસ પહેલા, GPSC એ જે જિલ્લાઓમાં પરીક્ષા યોજાવાની છે ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. પરીક્ષા કેન્દ્રોમાં વહેલા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ઓળખના પુરાવા તરીકે 5 પુરાવામાંથી કોઈ એક ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને લાઇસન્સ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ્સ OMR શીટ પર લેવામાં આવશે. જો ઉમેદવાર પાસે આ પુરાવા ન હોય અને અન્ય પુરાવા હોય તો તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ જો તેને શંકાસ્પદ ગણવામાં આવશે તો પરીક્ષા પછી તપાસ હાથ ધરવામાં આવશે.
પરીક્ષા દરમિયાન દિવ્યાંગ ઉમેદવારો (Disable Candidates)ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વ્હીલચેરની વ્યવસ્થા કરવા અને આવા ઉમેદવારોની પરીક્ષા ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર જ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષાની શરૂઆતમાં મળેલા પ્રશ્નપત્રો ધરાવતું સીલબંધ કવર બે વિદ્યાર્થીઓની સહીઓ લીધા પછી ખોલવામાં આવતું હતું. એજ રીતે OMR શીટ સીલ કર્યા પછી કવર પર બે વિદ્યાર્થીઓની સહીઓ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પરીક્ષા પૂર્ણ થયા પછી પણ ત્યાં જ રહેશે.
આ પણ વાંચો:GPSCમાં મોટો ફેરફાર: બધી પરીક્ષાઓ માટે એક જ અભ્યાસક્રમ !
આ પણ વાંચો:GPSCની ક્લાસ વન અધિકારીની સરકારી નોકરીની લાલચ આપી 3.50 કરોડની છેતરપિંડી
આ પણ વાંચો:GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?
