Junagadh News/ જૂનાગઢ મનપાની ફાયર વિભાગ ભરતીમાં ગોટાળાના આક્ષેપ, હેવી વાહનની જગ્યાએ સ્વિફ્ટ કારથી લેવાયો ટેસ્ટ

જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર વિભાગ ભરતી (Junagadh Fire Recruitment) પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા છે. ઉમેદવારોનો દાવો છે કે હેવી ફાયર વાહનની જગ્યાએ સ્વિફ્ટ કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયો અને ભરતી પ્રક્રિયામાં કોઈ સરકારી અધિકારી હાજર નહોતો. સમગ્ર મામલે ભારે હોબાળો મચ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Junagadh Fire Recruitment:સરકારી ભરતી ખાનગી એજન્સીના હવાલે?

Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી (Junagadh Fire Recruitment) પ્રક્રિયા હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભરતી દરમિયાન નિયમોના ભંગ અને ખાનગી એજન્સી દ્વારા મનમાની ચલાવવાના ગંભીર આક્ષેપો થયા છે.

હેવી વાહનની જગ્યાએ સ્વિફ્ટ કારથી ટેસ્ટ

ઉમેદવારોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે ફાયર વિભાગના હેવી વાહનોના બદલે સામાન્ય સ્વિફ્ટ કારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.નિયમો મુજબ ફાયર વિભાગના મોટા વાહનોમાં જ પરીક્ષા લેવાની હોય છે, છતાં નાની કારથી ટેસ્ટ લેવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો.

ભરતી (Junagadh Fire Recruitment) સ્થળે સરકારી અધિકારી ગાયબ?

આક્ષેપો અનુસાર સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ સરકારી અધિકારી કે નિરીક્ષક હાજર નહોતો.ઉમેદવારોએ દાવો કર્યો કે ખાનગી એજન્સી દ્વારા આખી પ્રક્રિયા સંચાલિત કરવામાં આવી રહી હતી અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો.

Junagadh Fire Recruitment
Junagadh Fire Recruitment

ઉમેદવારોને કોઈ લેખિત પુરાવો નહીં

ભરતી (Junagadh Fire Recruitment)માં સામેલ ઉમેદવારોએ એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષા આપી હોવાનો કોઈ લેખિત પુરાવો આપવામાં આવ્યો નહોતો.તેમને માત્ર મેરિટ લિસ્ટ ચેક કરવાની સૂચના આપવામાં આવી હોવાનું ઉમેદવારોનું કહેવું છે.

“અનુભવની કોઈ કિંમત રહી નહીં”

એક અનુભવી ઉમેદવારે જણાવ્યું કે વર્ષો સુધી ફાયર વિભાગમાં કામ કર્યા બાદ પણ જો માત્ર નાની કાર ચલાવીને લોકો પાસ થઈ જાય તો અનુભવી ઉમેદવારોના અનુભવનું મહત્વ જ રહેતું નથી.આ નિવેદન બાદ ભરતી પ્રક્રિયા પર વધુ સવાલો ઊભા થયા છે.

ખાનગી એજન્સીનો બચાવ

ભરતી પ્રક્રિયા સંભાળતી ખાનગી એજન્સીના પ્રતિનિધિએ જણાવ્યું કે ઉમેદવારો પાસે પહેલેથી હેવી લાઇસન્સ હોવાથી અલગ ટેસ્ટ લેવાની જરૂર નથી.જો કે ઉમેદવારો આ દલીલથી સંતુષ્ટ દેખાતા નથી.

મનપા કમિશનરનું નિવેદન

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા ટેન્ડર આધારે ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે અને જો કોઈ ઉમેદવાર લેખિત રજૂઆત કરશે તો તેની તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:જુનાગઢ  અને વાંકાનેરમાં ભીષણ આગ, ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની કાર્યવાહી, ફાયર એન.ઓ.સી.ના મુદ્દે મિલકતો સીલ

આ પણ વાંચો:જૂનાગઢમાં કોર્પોરેટરની હત્યા કેસમાં ધરપકડ બાદ ફરાર થઈને સાધુવેશમાં ફરતા આરોપીની ધરપકડ