Lifestyle & Health 2026: ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ચા (Tea) વગર અધૂરી માનવામાં આવે છે. મોટાભાગના લોકોને ચામાં આદુ (Ginger) ઉમેરીને પીવાની આદત હોય છે, કારણ કે આદુ વગર ચાનો સ્વાદ ફિક્કો લાગે છે. જોકે, આદુ પ્રકૃતિમાં અત્યંત ગરમ હોવાને કારણે ઉનાળાની ઋતુમાં તેનો વધુ ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઉનાળામાં આદુવાળી ચા (Tea) પીવાથી પેટ ભારે થવું, ગેસ, અપચો અને શરીરની ગરમી વધવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં આદુના સ્થાને કઈ વસ્તુ ઉમેરવાથી ચા અમૃત સમાન બની જાય છે? આયુર્વેદ અનુસાર, ઉનાળામાં તમારે આદુને બદલે સૂંઠ (સૂકું આદુ) નો ઉપયોગ કરવો જોઈએ.
આદુ ગરમ પણ ‘સૂંઠ’ છે ગુણકારી: જાણો તેના પોષક તત્વો
ભલે સૂંઠ એ લીલા આદુનું જ સુકવેલું સ્વરૂપ છે, પરંતુ સુકવવાની પ્રક્રિયા દરમિયાન તેના આયુર્વેદિક ગુણધર્મો અને પોષણ મૂલ્યમાં મોટો ફેરફાર થાય છે. સૂંઠ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. આ ઉપરાંત સૂંઠમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો (Minerals) રહેલા છે, જે હાડકાં, સ્નાયુઓ અને બ્લડ સર્ક્યુલેશનને મજબૂત રાખવાનું કામ કરે છે.
ઉનાળામાં ચામાં સૂંઠ ઉમેરવાના અદભુત ફાયદા
આયુર્વેદમાં સૂંઠને પાચન માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે. ઉનાળામાં લોકોને ઘણીવાર ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે, જેમાં સૂંઠ પેટને શાંત રાખે છે અને મેટાબોલિઝમ સુધારે છે.
આદુથી વિપરીત, સૂંઠની ચા (Tea) પીવાથી શરીરમાં અતિશય ગરમીનો સંચય થતો નથી. તે પાચન અગ્નિને સંતુલિત રાખે છે.
ઉનાળાના આકરા તડકાને કારણે શરીરમાં થતો થાક અને આળસ દૂર કરવામાં સૂંઠની ચા મદદ કરે છે અને દિવસભર તમને એનર્જેટિક રાખે છે.
સૂંઠની હેલ્ધી Tea બનાવવાની સરળ રીત
ઉનાળામાં સૂંઠની ચા બનાવવી ખૂબ જ સરળ છે. જ્યારે તમે ચા બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકો, ત્યારે તેમાં આદુ ખાંડવાને બદલે માત્ર એક નાનો ટુકડો સૂંઠનો ભૂકો અથવા અડધી ચમચી સૂંઠનો પાવડર (Dry Ginger Powder) ઉમેરી દો. ત્યારબાદ તેમાં ચાની પત્તી, (Tea)સ્વાદ મુજબ ખાંડ અને દૂધ ઉમેરીને ચાને બરાબર ઉકાળી લો. તૈયાર થયેલી મસાલેદાર અને સુગંધિત સૂંઠની ચા તમારા સ્વાસ્થ્યને બગાડ્યા વિના તમને અદભુત સ્વાદનો અનુભવ કરાવશે.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર
