મુંબઈ
સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બને ફિલ્મ ‘લવયાત્રી’આજ એટલ કે 5 ઓક્ટોમ્બર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે સલમાન ખાન ખુબ જ પ્રમોશન કર્યું છે. મુવીના બંને લીડ એક્ટર્સ આયુષ શર્મા અને વરીના હુસૈન આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે.
અહીં જાણો શું છે ફિલ્મની સ્ટોરી….
ફિલ્મની સ્ટોરી વડોદરામાં બાળકોને ગરબા શીખવાડનાર (સુશ્રુત) અને વિદેશમાં રહેનાર મિશેલ(વરીના)ની છે. સુશ્રુત એક એવો છોકરો છે જે જિંદગીને ખુલીને જીવે છે. તેના પરિવાર તરફથી તેને નોકરી શોધવાનો દબાવ કરવામાં આવે છે. જયારે તે તેની ગરબા એકેડમી શરુ કરવાનું વિચારે છે. તો મિશેલનું ભારત આવવાનું ખુબ જ મન હોય છે અને તે તેના પિતા(રોનિત રોય) વાત કરે છે અને તેઓ તેને ભારત જવા માટે માની પણ જાય છે. ત્યાર પછી મિશેલ તેના પરિવાર સાથે નવરાત્રી મનાવવામાં માટે વડોદરા રોકાય જાય છે. આ દરમિયાન મિશેલની મુલાકાત સુશ્રુત સાથે થાય છે.બંને એકબીજાને મળે છે અને ત્યારબાદ બંને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે અને પછી જે બધી જ લવસ્ટોરીમાં થાય છે તેમ મિશેલના પિતાને સુશ્રુત પસંદ આવતો નથી અને પછી ત્યાંથી જ પ્યારની જંગ શરુ થાય છે.
એક્ટિંગ…
એક્ટિંગની વાત કરવામાં આવે તો આયુષના અંદર કોન્ફિડન્સતો સાફ જોવા મળી રહ્યું છે. ડાન્સ પણ સારો કરે છે. જો કે તો પણ એક્ટિંગમાં થોડી મહેનત વધુ કરવાની જરૂર છે. તો બીજી બાજુ વરીનાએ પણ તેનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. તેને જોઈએ તેમને કેટરીના કૈફનની શરૂઆતના દિવસોની ફિલ્મો યાદ આવશે. વેલ વરીનાએ હિન્દી બોલવાની સારી કોશિશ કરી છે.
આ ફિલ્મ શા માટે જોવી જોઈએ…
જો તમને લવસ્ટોરી જોવી પસંદ છે તો તેમે આ ફિલ્મ જરૂર જોઈ શકો છો. ફિલ્મની સારી વાતએ છે કે આ ફિલ્મ તમે તમારા પરિવાર સાથે પણ જોઈએ શકો છો.
આ ફિલ્મ શા માટે ન જોવી જોઈએ…
જો તમે એ જ પહેલાની જેવી લવસ્ટોરી જોવા નથી માંગતા તો આ ફિલ્મ તમારા માટે નથી. કેમકે આ ફિલ્માં એ જ જૂની લવસ્ટોરી બતાવવામાં આવી છે. બસ માત્ર ન્યુ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.
