રાજ્યમાં આગની ઘટના અને રોડ અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નાની અમથી બેદરકારી ઘણી મોટું પરિણામ લાવીને મૂકી દે છે. રાજ્યમાં મોડી રાતે બે સ્થળે ભીષણ આગની ઘટના બની છે. જુનાગઢના કેશોદ ખાતે ઝૂંપડપટ્ટીમાં અગ લાગી હતી. તો મોરબી નજીક આવેલા વાંકાનેર ખાતે પેપેરમીલ માં ભીષણ આગ લાગી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ કેશોદ ડીપી રોડ પર ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. ઘટનામાં બે કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો છે. 10થી વધુ ઝૂંપડાઓની ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયરબ્રિગેડ ટીમની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિકરાળ આગને ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
મોરબી નજીક આવેલા વાંકાનેરના માટેલ પાસે આવેલી પેપરમિલ માં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. અને આગ ને કારણે 8 કરોડથી વધુ ની કિમતનો કાચો માલ બળીને ખાખની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં મોરબી, વાંકાનેર અને રાજકોટથી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગ્યા નું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પણ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયુ નથી. જોકે,સદ નસીબે આ ઘટના માં કોઈ જાનહાની થઈ નથી.
આગ પર અંશત: કાબુ મેળવાયો છે. ફાયર વિભાગ દ્વારા કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આઠ ફાયર ફાઇટર ઘટના સ્થળે કામે વળગ્યા હતા. અને બચાવ કામગીરી શરુ કરી હતી. કરોડો રૂપિયાનો કાચો માલ બળીને ખાખ થી ચુક્યો છે. 3500 થી 4000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ થવાની ભીતિ છે.
ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો
covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
