Not Set/ અમેરિકન એમ્બેસેડર હેલીના રાજીનામાં બાદ ટ્રમ્પ આ પદ સોંપવા માંગે છે તેની દીકરી ઇવાંકાને

ન્યુયોર્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની એમ્બેસેડર નિક્કી હેલીના રાજીનામાને સ્વીકાર કર્યો છે અને આ રાજીનામાં પર પોતાનું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વંશવાદની ફરિયાદ નહી રહે તો તે આ પદ પોતાની દીકરી ઇવાંકા ટ્રમ્પને સોંપવા માંગે છે. નિક્કીના રાજીનામાં બાદ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પદ માટે […]

Top Stories World Trending
ivanka અમેરિકન એમ્બેસેડર હેલીના રાજીનામાં બાદ ટ્રમ્પ આ પદ સોંપવા માંગે છે તેની દીકરી ઇવાંકાને

ન્યુયોર્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની એમ્બેસેડર નિક્કી હેલીના રાજીનામાને સ્વીકાર કર્યો છે અને આ રાજીનામાં પર પોતાનું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વંશવાદની ફરિયાદ નહી રહે તો તે આ પદ પોતાની દીકરી ઇવાંકા ટ્રમ્પને સોંપવા માંગે છે.

નિક્કીના રાજીનામાં બાદ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પદ માટે ઇવાંકા યોગ્ય રહેશે.  આ વાતને વંશવાદથી કોઈ તકલીફ નથી પરંતુ હું તમને કહેવા માંગું ચુ જેટલા લોકો ઇવાંકાને ઓળખે છે તે દરેકને ખબર છે કે આ પદ માટે તે જ યોગ્ય છે. પરંતુ કદાચ આમ કરવા બદલ મારી ઉપર પરિવારવાદનો આરોપ પણ લાગી શકે  તેમ છે.

તમને જણાવી દઈએ કે યુએનમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ટ્રમ્પ દ્વારા ૪૬ વર્ષીય હેલીના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેમના રાજીનામાં બાદ હેલીના કામની પ્રસંશા પણ કરી હતી.

ટ્રમ્પે બોલાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં એમ્બેસેડર નિક્કી હેલી હંમેશા મારા માટે ખાસ રહ્યા છે તેમણે અસાધારણ કામ કરીને બતાવ્યું છે. હેલી પોતાની વાત ઘણી સરળ રીતે મનાવી લે છે. આ રાજીનામાં વિશે ટ્રમ્પે કહ્યું હતું કે મને ૬ મહિના પહેલા આ વિશે ખબર હતી કે હેલી થોડો સમય ફુરસતમાં ગાળવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે હેલીને જાન્યુઆરી, 2017 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજદૂત બનાવવામાં આવી હતી. ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકી શીખ પરિવારમાંથી આવે છે.

યુએનમાં રાજદૂત બનતા પહેલા પૂર્વ સાઉથ કેરોલિનાની ગવર્નર રહી ચુક્યા છે.વળી નિક્કીએ પણ રાજીનામાં પૂર્વ સ્પષ્ટ કર્યુ છે કે 2020 માં અમેરિકી ચૂંટણી લડવાનો તેમનો કોઈ ઈરાદો નથી પરંતુ તે ડોનાલ્ડ ટ્રમ્પ માટે અવશ્ય પ્રચાર કરશે.