CM Mamata Banerjee: પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ આજે બિરસા મુંડા જયંતિના અવસર પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ સીએમ મમતાએ કેન્દ્રની મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું કે વિકાસ ફંડ મેળવવા માટે પીએમ મોદીના પગે પડીને ભીખ માંગવી પડશે?
મમતા બેનર્જી આરોપ લગાવી રહ્યા હતા કે અહીં મનરેગા ફંડ બહાર પાડવામાં આવ્યું નથી. તો કેન્દ્ર સરકાર કાં તો તેમના પૈસા આપે અથવા સરકાર છોડી દે. સીએમ મમતાએ બંગાળના ઝારગ્રામ જિલ્લામાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણના કાર્યક્રમ દરમિયાન તેમણે આદિવાસી સમાજના લોકોને સંબોધિત કર્યા હતા. મમતા બેનર્જી પણ અહીં પરંપરાગત ઢોલ વગાડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં સીએમ મમતાએ જણાવ્યું કે, અમે કહ્યું હતું કે આદિવાસીઓની જમીન કોઈ છીનવી શકે નહીં. અમે આવું થવા પણ ન દીધું. મમતાએ વધુમાં કહ્યું કે કેટલાક લોકો કેન્દ્ર સરકારને લખે છે કે બંગાળ સરકારને વિકાસ માટે ફંડ ન આપવામાં આવે. જો આમ જ ચાલતું રહ્યું તો હું તમને કહીશ કે કેન્દ્ર સરકારના અત્યાચારનો ઢોલ, તીર અને ધનુષ વડે વિરોધ કરો.
મમતાએ કેન્દ્ર સરકાર પર વધુ નિશાન સાધતા કહ્યું કે મેં થોડા વર્ષો પહેલા પીએમ મોદીને ફંડ રીલીઝ કરવાનું કહ્યું હતું, શું મારે તેમના પગ પકડીને ભીખ માંગવી જોઈએ? અમને પૈસા આપો અથવા સરકાર છોડી દો. જો તમે અમને પૈસા નહીં આપો તો લોકો તમને GST શા માટે આપશે?
જનસભા બાદ સીએમ મમતાએ આદિવાસી ગામમાં મમતાએ લોકોની સમસ્યાઓ સાંભળી. તેમણે ત્રણ મહિનાના બાળકને પણ પોતાના ખોળામાં લીધો. કેટલીક આદિવાસી મહિલાઓએ સીએમ મમતાને ફરિયાદ પણ કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાસે રહેવા માટે ઘર નથી. તેમજ તેમના વિસ્તારમાં પાણીની સુવિધા પણ નથી. તેઓને પીવાનું પાણી મેળવવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે. લોકોની સમસ્યાઓ સાંભળ્યા બાદ સીએમ મમતા બેનર્જીએ લોકોને વર્ષ 2024 સુધી પાઇપલાઇનનું આશ્વાસન આપ્યું હતું. મમતાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે તેમને ‘100 દિવસના કામ’ એટલે કે મનરેગાના પૈસા આપ્યા નથી, તેથી લોકોને પૈસા મળી શક્યા નથી.
આ પણ વાંચો: PM Modi/યુક્રેનમાં યુદ્ધ નહીં ‘બુદ્ધ’નો માર્ગ શોધવો પડશે: PM નરેન્દ્ર મોદી