Not Set/ લોકસભાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને મળી કારમી હાર

લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો તેના મોટા ભાગનાં દિગ્ગજ નેતાઓને જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે. બીજી તરફ ભાજપે દેશભરમાં પ્રચંડ જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. જો કે આ વચ્ચે આપને જણાવી દઇએ કે, ભાજપનાં પ્રવક્તા રહેલા સંબિત પાત્રાને મોટી હારનો સામનો કરવો પડ્યો […]

Top Stories India
Sambit Patra લોકસભાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને મળી કારમી હાર

લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો તેના મોટા ભાગનાં દિગ્ગજ નેતાઓને જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે. બીજી તરફ ભાજપે દેશભરમાં પ્રચંડ જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. જો કે આ વચ્ચે આપને જણાવી દઇએ કે, ભાજપનાં પ્રવક્તા રહેલા સંબિત પાત્રાને મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

sambit patra social લોકસભાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને મળી કારમી હાર

ઓડિશાની પુરી લોકસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર સંબિત પાત્રાને હારનો સામનો કરવો પડ્યો છે. સંબિત પાત્રાએ બિજુ જનતા દલ (બીજેડી)નાં હાલનાં સાંસદ પિનાકી મિશ્રાને કડક ટક્કર આપી પરંતુ અંતમાં તેમની પરાજય થઇ. પિનાકી મિશ્રાને 11,714 વોટથી જીત મેળવી. પિનાકી મિશ્રાને 5,38,321 વોટ અને સંબિત પાત્રાને 5,26,607 વોટ મળ્યા. 2009 અને 2014 લોકસભા ચૂંટણીમાં આ બેઠકથી પિનાકી મિશ્રાએ આસાનીથી જીત મેળવી હતી. જો કે આ વખતે પિનાકીને કડક ટક્કર સંબિત પાત્રાએ આપી હતી. આપને જણાવી દઇએ કે, 1996માં આ બેઠક પરથી પિનાકી મિશ્રાને કોંગ્રેસે ટીકીટ આપી હતી અને તેમણે જીત મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપને દેશભરમાંથી વોટોનો વરસાદ થયો છે. ભાજપની આ જીતને ઐતિહાસિક જીત લોકો માની રહ્યા છે. એક સમયની મજબુત પાર્ટી કોંગ્રેસ દેશનાં ઘણા રાજ્યોમાં ખાતુ પણ ખોલવામાં સફળ રહી નહી.