Not Set/ સ્પોર્ટ્સ/ આજે દિલ્હીમાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની પહેલી ટી-20 મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી આજથી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટી -20 મેચ નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજનાં 7 વાગ્યાથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 શ્રેણીમાં, ટીમ ઇન્ડિયાને 1-1 ડ્રો નાં પરિણામથી સંતુષ્ટ થવું પડ્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામે, ટીમ ઈન્ડિયા ત્રણ […]

Top Stories Sports
Team India12 સ્પોર્ટ્સ/ આજે દિલ્હીમાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની પહેલી ટી-20 મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી આજથી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટી -20 મેચ નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજનાં 7 વાગ્યાથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 શ્રેણીમાં, ટીમ ઇન્ડિયાને 1-1 ડ્રો નાં પરિણામથી સંતુષ્ટ થવું પડ્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીની તમામ મેચ જીતવા મેદાને ઉતરશે.

આ શ્રેણીમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમનો ટી-20 માં બાંગ્લાદેશ સામે એક અજેય રેકોર્ડ છે. કેપ્ટન રોહિત આ સિરીઝમાં પણ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન છેલ્લા કેટલાક સમયમાં સારું પ્રદર્શન કરીને રિષભ પંત માટે એક પડકાર રજૂ કર્યો છે. તે જોવું રહ્યું કે ટીમ મેનેજમેંટ પંત પર વિશ્વાસ જાળવી રાખે છે કે સંજુ સેમસનને તેની જગ્યાએ તક આપશે. તે પણ શક્ય છે કે તે બંનેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવે.

જ્યારે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં મેચ હોય છે ત્યારે દરેકની નજર સ્ટેડિયમની પિચ પર ખાસ હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પિચ બેટ્સમેનને મદદ કરશે અને અહીં મોટો સ્કોર બનાવી શકાશે. જો આ પિચનો ઇતિહાસ જોવામાં આવે તો તે ધીમી પિચ રહી છે. રવિવારે મેચનાં એક દિવસ પહેલા વિકેટ પર સામાન્ય ઘાસ જોવા મળી હતી. હવે જોવાનું એ છે કે રવિવારે મેચ શરૂ થાય તે પહેલા પિચ કેવી રહે છે.

રવિવારે પણ દિવસભર ધુમ્મસવાળુ વાતાવરણ રહે તેવી પૂરી સંભાવનાઓ છે. વરસાદની શક્યતા ઓછી છે. જો કે, શનિવારે વરસાદ પડ્યો હતો, પરંતુ ખૂબ જ ઓછો હતો. રાજધાનીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે, શાળાઓ બંધ કરવામાં આવી છે. બાંધકામનું કામ અટકી ગયું છે અને મહેમાન ટીમનાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. હવે જોવાનું એ છે કે રવિવારે આ સીઝનમાં ખેલાડીઓ કેવી રીતે રમી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.