@ચિરાગ પંચાલ, અમદાવાદ
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બનાવવામાં અલ્ટ્રામોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રેક્ષકોને મેચ જોવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ગ્રીન સ્ટેડીયમ છે. તેમાં વપરાતા પાણીની એક બુંદ પણ બરબાદ નહી થાય. કારણ કે અહી વેસ્ટવોટર મેનેજમેન્ટ પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. ઉપયોગમાં લેવાયેલા પાણીને ફરીથી વાપરી શકાશે.
- મોટેરાનું આ સ્ટેડિયમ જોવામાં જેટલું વિશાળ લાગે છે
- તેટલી જ વિશાળ સુવિધાઓ અહી ઉભી કરવામાં આવી છે.
- પ્રેક્ષકોનું ધ્યાન રાખતી ખાસ સુવિધાઓને લીધે જ.
- મોટેરા સ્ટેડિયમ દુનિયાના બીજા સ્ટેડિયમ કરતાં કંઇક અલગ છે.
મોટેરામાં આવનારા પ્રેક્ષકો માટે 3 હજાર કાર પાર્કીંગ અને 10 હજાર ટુ વ્હિલરના પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે. તો પ્રેક્ષકો માટે સ્ટેડીયમ માં 10 બાય 20 ની બે એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. જેથી પ્રેક્ષકો મેચ જોવાનુ ચુકી ન શકે. સાતસો કરોડના ખર્ચે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમની ડિઝાઇન એજ આર્કીટેકચરે બનાવી છે જેણે મેલબોર્નમાં બનેલા સ્ટેડિયમની ડિઝાઇન બનાવી છે. સ્ટેડીયમમાં વીઆઈપી મહેમાનો માટે પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
વીઆઇપી મહેમાનો માટે ત્રણ માળની વીઆઈપી લોજ તૈયાર કરાઈ છે. આ લોન્જમાં 76 ખાસ રૂમ તૈયાર કરાયા છે…,તો ક્રિકેટરો માટે અલગ ફલોર રાખવામાં આવ્યો છે. જેમાં 4 ચેન્જીંગ રૂમ, મીટીંગ રૂમ અને કોચ રૂમ બનાવવામાં આવ્યા છે. તો સાથે ચીયર્સ લીડર રૂમ, મીડીયા રૂમ, ફુડ કોર્ટ સહિતની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. દુનિયાના આ સૌથી મોટા સ્ટેડીયમમાં મુખ્ય ક્રિકેટ પીચ સાથે અન્ય બે પીચ પણ તૈયાર કરાઇ છે. સ્ટેડીયમના ત્રણ મુખ્ય ગેટ બનાવવામાં આવ્યા છે. જયાંથી પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર જઇ શકે છે.
સ્ટેડીયમની વચ્ચે સાઈડના ભાગે કોમેન્ટ્રી રૂમ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. તો પીચ તૈયાર કરવા માટે ખાસ ઓસ્ટ્રેલિયાના બીજ લાવી પીચ તૈયાર કરાઈ છે. તો સ્ટેડીયમમાં પીટીએફ એટલે કે અલ્ટ્રા વાયોલેટ પ્રોટેકશન, એન્ટી બેકટેરીયા અને એન્ટી ફંગલ ટ્રીટ વાળા ખાસ કાપડ સાથે શેડ તૈયાર કરાયો છે.
700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ પહેલા જે જૂનુ મોટેરા સ્ટેડિયમ હતું તેમાં આશરે 54 હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. નવા સ્ટેડિયમની ક્ષમતા તેના કરતાં ડબલ કરી દેવાઇ છે.
મોટેરાના સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે. સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમની ખાસ વાત એ છે કે પ્રેક્ષકો સ્ટેડિયમના કોઇ પણ ખૂણામાં બેસીને મેચની મજા લઇ શકશે. કારણ કે આ સ્ટેડિયમ પિલ્લર લેસ છે. આખા સ્ટેડિયમમાં તમને કયાંય પણ પિલ્લર જોવા નહી મળે. તો પ્રેક્ષકો સરળતાથી માહિતી સાંભળી શકે તે માટે BOSSની મ્યૂઝિક સિસ્ટમ સાથે સમગ્ર સ્ટેડિયમને સજ્જ કરવામાં આવ્યુ છે.
ભારતમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન કહેવાતું હતું. જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માત્ર ભારતનું પણ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે.
મોટેરાના આ સ્ટેડિયમમાં ક્રિકેટ સાથે અન્ય ગેમ્સની પણ મજા માણી શકાશે. રમત ગમતને ધ્યાને રાખીને સ્ટેડીયમની સાથે કલબ હાઉસ પણ તૈયાર કરાયુ છે. પાંચ માળના કલબ હાઉસમાં સુવિઘા સાથેના 55 રૂમ છે. જેમાં બેડમીંટન, કબ્બડી, બોકસીંગ, ટેબલ ટેનીસ, કરાટે, બાસ્કેટ બોલ અને સ્વીમીંગ પુલ જેવી રમતગમત અને એક્ટીવીટી ઉભી કરાઈ છે. તો જીમનેશીયમ, અને રેસ્ટોરંટની પણ ખાસ સુવિધા ઉભી કરાઇ છે.
જેથી લોકોને હાલાકી ન પડે અને સારી સુવિધા પણ મળી રહે. એટલુ જ નહી પણ સ્ટેડીયમ અને કલબ હાઉસ સાથે ટ્રેનીંગ સેન્ટર પણ મોટેરા સ્ટેડીયમમાં તૈયાર કરાયુ છે.