Not Set/ પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

જો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને નજીક પહોંચવા આવ્યો છે.

Top Stories Tech & Auto
11 464 પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. ત્યારે જો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને નજીક પહોંચવા આવ્યો છે. જે બાદ હવે કાર ધારકો માટે કાર ચલાવી એક પડકાર બન્યો છે. આ જ કારણ છે કે, હવે મોટી સંખ્યામાં લોકો પોતાની કારમાં CNG કીટ ફીટ કરાવવા લાગ્યા છે.

11 465 પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

મહત્વના સમાચાર / ઓગસ્ટ થી ધોરણ 9થી 11 માટે ખુલશે શાળાઓ, ઓફલાઈન શિક્ષણને હરી ઝંડી : પ્રદિપસિંહ જાડેજા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર તો શાંત થઇ ગઇ છે. તેમ છતા લોકોનાં ચહેરા પર ખુશી જોવા મળી રહી નથી. કોરોના મહામારીની સાથે મોંઘવારીનાં સાપે હવે સામાન્ય નાગરિકોને ડંખ મારવાનું શરૂ કરી દીધુ છે. જી હા, છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થયો છે, જેના કારણે મોંઘવારીએ લોકોનાં જીવનને પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. આજેે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચવા આવ્યુ છે. જેના કારણે લોકોએ હવે પોતાની કારમાં CNG કીટ ફીટ કરાવવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યમાં મોટી સંખ્યામાં કાર ધરાવતા લોકો CNG કીટ ફીટ કરાવી રહ્યા છે. ગુજરાતમાં તાજેતરમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 98.66 રૂપિયા છે, જ્યારે ગુજરાત CNG નો ભાવ પ્રતિ કિલો 55.95 રૂપિયા છે.

11 466 પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

તારીખ પે તારીખ! / એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

આપને જણાવી દઇએ કેે, ગુજરાતમાં અલગ-અલગ શહેરમાં પેટ્રોલનો ભાવ અલગ-અલગ છે. સૌથી વધુ પેટ્રોલનો ભાવ ગીર સોમનાથમાં (100.20 રૂ. પ્રતિ લિટર) છે. જ્યારે અન્ય શહેરોમાં જેમ કે, અમદાવાદમાં 98.66 રૂ. પ્રતિ લિટર, ભાવનગરમાં 100.06 રૂ. પ્રતિ લિટર, રાજકોટમાં 98.37 રૂ. પ્રતિ લિટર, સુરતમાં 98.59 રૂ. પ્રતિ લિટર અને વડોદરામાં સૌથી ઓછુ 98.21 રૂ. પ્રતિ લિટર વેચાય છે. આ વધેલો ભાવ હવે નાગરિકોનાં ખિસ્સાને કાતરી રહ્યો છે, જે કારણોસર હવે કાર ધારકો તેમની કારમાં CNG કીટ ફીટ કરાવી રહ્યા છે. રાજ્યમાં અદાણીનાં ગેસનો ભાવ 54.62 રૂપિયા પ્રતિ કિલો, ગુજરાત ગેસનો ભાવ 55.95 રૂપિયા પ્રતિ કિલો અને સાબરમતી ગેસનો ભાવ 52.65 રૂપિયા પ્રતિ કિલો છે. સામાન્ય રીતેે કોઇ પણ પેટ્રોલ કાર વધુમાં વધુ 25 ની એવરેજ આપે છે, જ્યારે CNG માં તમને પ્રતિ કિલોમીટર 2 રૂપિયાથી પણ સસ્તામાં પડી શકે છે. (કઇ કંપનીની CNG કીટ ફીટ કરાવી છે તેના પર પણ નિર્ભર કરે છે.)

11 467 પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

સાઈટ વિઝિટ /  સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થવાના કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે, લોકો હવે ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને બજારમાં ઘણા વિકલ્પો મળશે. જો કે આ કારો પેટ્રોલ મોડેલમાં થોડી ખર્ચાળ છે, પરંતુ તે સીએનજી પર ચાલે છે સાથે સાથે માઇલેજ પણ સારી આપે છે, તેમની કિંમત પણ ઓછી છે. જો આપણે તે કંપનીઓ વિશે વાત કરીએ જેઓ વધુ સારી સીએનજી વાહનો બનાવે છે અને સૌથી મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે તો મારુતિ સુઝુકીનું નામ ટોચ પર આવે છે.