Political/ ગુજરાતમાં કોંગ્રેસે આ 3 નેતાઓની ટિકિટ કરી ફાઇનલ!જાણો

આ વખતે કોંગ્રેસે પણ 15 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારની પહેલી યાદી જાહેર કરવાની વાત કરી છે. આમાંથી ત્રણ ઉમેદવોરાને કોંગ્રેસ ટિકિટ ફાળવી દીધી છે.

Top Stories Gujarat
12 17 ગુજરાતમાં કોંગ્રેસે આ 3 નેતાઓની ટિકિટ કરી ફાઇનલ!જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી હોવાથી તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. , આ વખતે ભાજપ-કોંગેસ વચ્ચે સીધો મુકાબલો નથી હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે, છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે, આમ આદની પાર્ટી અને કોંગ્રેસે તો વચનોની લહાણી પણ કરાવી દીધી છે,ત્યારે ભાજપે પણ પોલીસ કર્મીઓના પગાર સ્કેલમાં વધારો કરી દીધો છે.આમ આદમી પાર્ટીએ તો રાજ્યમાં ઉમેદવારોની યાદી બે તબ્બકામાં બહાર પણ પાડી દીધી છે, આ વખતે કોંગ્રેસે પણ 15 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારની પહેલી યાદી જાહેર કરવાની વાત કરી છે. આમાંથી ત્રણ ઉમેદવોરાને કોંગ્રેસ ટિકિટ ફાળવી દીધી છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે 3 લઘુમતી ઉમેદવારોની ટિકિટ ફાઇનલ છે.

કોંગ્રેસે 3 ઉમેદવારની ટિકિટ ફાઇનલ કરી દીધી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે,અમદાવાદના જમનાલપુર-ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલા, દરિયાપુર બેઠક પર ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેર બેઠક પરથી મહંમદ જાવેદની ટિકિટ ફાઇનલ કરી દેવામાં આવી છે.