Not Set/ કોંગ્રેસ સરદાર સાહેબનું અવમૂલ્યન કરી રહી છે : નીતિન પટેલના પ્રહાર

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી ગયા છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ ભાજપ પર આ મુદ્દે પ્રહાર કરી રહી છે. તો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ આજે પત્રકાર પરિષદ યોજીને સરકારની ટીકા કરી હતી. […]

Ahmedabad Top Stories Gujarat
nitin 1527266218 1 કોંગ્રેસ સરદાર સાહેબનું અવમૂલ્યન કરી રહી છે : નીતિન પટેલના પ્રહાર

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી ગયા છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ ભાજપ પર આ મુદ્દે પ્રહાર કરી રહી છે. તો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ આજે પત્રકાર પરિષદ યોજીને સરકારની ટીકા કરી હતી. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિરોધીઓ પર પલટવાર કર્યો છે.

નીતિન પટેલે કહ્યું કે, કેટલાક લોકો ટૂંકી અને રાજકીય દ્રષ્ટિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જુએ છે. કેટલાક લોકો સરદાર, બાબા સાહેબ અને વીર સાવરકર જેવા નેતાઓને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ ન કરી શકી તે મોદીએ કરી દેખાડ્યું છે.

shankersinh vaghela week e1540888849931 કોંગ્રેસ સરદાર સાહેબનું અવમૂલ્યન કરી રહી છે : નીતિન પટેલના પ્રહાર

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સપનું જોયું હતું. જે 44 મહિના બાદ સાકાર થવા જઈ રહ્યું છે. 44 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી તેનું લોકાર્પણ કરવાના છે.

નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસને મોદી પસંદ નથી. જેથી 22 વર્ષથી ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તેમમે કહ્યું કે, શંકરસિંહ જે અવલોકન કરે છે તે યોગ્ય નથી.