Not Set/ મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત

પશ્ચિમ બંગાળમાં ભલે ભાજપને બહુમત મળ્યું ન હોય, પરંતુ ભાજપ માટે, પશ્ચિમ બંગાળનાં સાલતોરા મત વિસ્તારમાંથી જીત મેળવતા રોજિંદા મજૂરી કરનારની પત્ની, ચંદના બાઉરી હાલમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે.

Top Stories
123 28 મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત

પશ્ચિમ બંગાળમાં ભલે ભાજપને બહુમત મળ્યું ન હોય, પરંતુ ભાજપ માટે, પશ્ચિમ બંગાળનાં સાલતોરા મત વિસ્તારમાંથી જીત મેળવતા રોજિંદા મજૂરી કરનારની પત્ની, ચંદના બાઉરી હાલમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે. 30 વર્ષીય ચંદના બાઉરીએ તૃણમૂલ કોંગ્રેસનાં સંતોષકુમાર મંડલને 4,000 થી વધુ મતોનાં અંતરે હરાવી વિધાનસભાનો રસ્તો સાફ કર્યો છે. તેમની નમ્ર શરૂઆત વધુ પ્રેરણાદાયક બની છે.

123 29 મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત

પ.બંગાળ પરિણામ / નંદીગ્રામથી હારી ગયા બાદ પણ મમતા બેનર્જી બની શકે છે CM, જાણો કેવી રીતે?

આ બેઠકની સૌથી રસપ્રદ વાત એ છે કે 21 માર્ચે સંબોધન કરતી વખતે ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું કે, બાંકુરાની સાલતોરા વિસ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ચંદના બાઉરી મમતા બેનર્જીને પડકાર આપશે. જે, ખરેખર, સાચું સાબિત થયું. ચૂંટણી લડી રહેલા ચંદનાને ટીએમસીનાં સંતોષ મંડલ સામે લડવાનું હતુ. આ મુકાબલામાં ચંદનાએ સંતોષ મોંડલને ચાર હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ચંદનાને 42,167 મત મળ્યા, જ્યારે સંતોષને 38,393 મત મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021માં, ભાજપ અંતે હારી ગયું છે, પરંતુ ભાજપનાં મહિલા ઉમેદવારની જીતની ચર્ચા સર્વત્ર થઇ રહી છે. રવિવારે પશ્ચિમ બંગાળનાં પરિણામો સામે આવ્યા. બંગાળમાં, ટીએમસીનો વિજય પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 માં જીતની હેટ્રિક બનાવી છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે તેમની બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. નંદીગ્રામ સીટ પરથી મમતા બેનર્જીને તેમના જ ભાજપનાં નેતા સુવેન્દુ અધિકારીએ પરાજિત કર્યા છે. જો કે, આ બધાની વચ્ચે ભાજપ મહિલા ઉમેદવાર ચંદના બાઉરીની ચર્ચા વધુ થઈ રહી છે.

123 30 મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત

રાજકારણ / મમતા બેનર્જી જ નહીં, કમલ હાસન સહિત આ દિગ્ગજ પણ હારી ગયા વિધાનસભા ચૂંટણી

દૈનિક વેતન મેળવતા મજૂરની પત્ની 30 વર્ષીય ચંદના બાઉરીની સ્ટોરી સાંભળીને દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. બાઉરીએ તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર સંતોષકુમાર મંડલને 4,000 મતોથી હરાવી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે. ઝૂંપડામાંથી પસાર થવાની ચંદનાની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે કોઈ ચંદના બાઉરીની જીતને લોકશાહીની ઓળખ ગણાવી રહ્યા છે, તો કોઈ તેને સામાન્ય લોકો સુધી પહોંચતા ભાજપની વ્યાખ્યા આપી રહ્યા છે. ચંદના બાઉરીએ ચૂંટણી માટે રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેની કુલ સંપત્તિ 31,985 છે, જ્યારે તેમના પતિની પાસે સંપત્તિ 30,311 રૂપિયા છે. આ સિવાય તેમની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરીઓ છે. ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીનો પતિ એક મજૂર તરીકે નોકરી કરે છે.

Untitled 1 મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત