Not Set/ ટ્રમ્પ સરકારનો વધુ એક ઝટકો, H-1B વિઝા હોલ્ડરના જીવનસાથીને USAમાં કામ કરવા પર લગાવી રોક

વોશિંગ્ટન, અમેરિકામાં ટ્રમ્પ સરકારના આગમન બાદ H-1B વિઝા હોલ્ડર અંગેના નિયમો વધુમાં વધુ કઠિન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે આ દિશામાં તેઓએ વધુ એકવાર આ વિઝા હોલ્ડરોને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝા હોલ્ડર અંગેના નિયમો વધુ સખ્ત બનાવતા હવે આ વિઝાધારકના જીવનસાથીને અમેરિકામાં કાયદાકીય રીતે કામ કરવા પર રોક લગાવી દીધી […]

Top Stories World
dfdfg ટ્રમ્પ સરકારનો વધુ એક ઝટકો, H-1B વિઝા હોલ્ડરના જીવનસાથીને USAમાં કામ કરવા પર લગાવી રોક

વોશિંગ્ટન,

અમેરિકામાં ટ્રમ્પ સરકારના આગમન બાદ H-1B વિઝા હોલ્ડર અંગેના નિયમો વધુમાં વધુ કઠિન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે આ દિશામાં તેઓએ વધુ એકવાર આ વિઝા હોલ્ડરોને ઝટકો આપ્યો છે.

ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝા હોલ્ડર અંગેના નિયમો વધુ સખ્ત બનાવતા હવે આ વિઝાધારકના જીવનસાથીને અમેરિકામાં કાયદાકીય રીતે કામ કરવા પર રોક લગાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ નિર્ણયનો સૌથી વધુ ઝટકો ભારતીય H-1B વિઝા ધારકોને થઇ શકે છે.

અમેરિકાની ફેડરલ એજન્સીના એક વરિષ્ટ અધિકારીએ લોમકર્સને આ જાણકારી આપી છે. મહત્વનું છે કે, ટ્રમ્પ સરકાર H-1B વિઝા અંગેના પોતાના આ સખ્ત જોગવાઈઓ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના એરાના નિયમોને ખતમ કરવા માંગે છે.

આ H-1B વિઝાના નવા નિયમોની અસર ૭૦ હજારથી વધુ H-4 વિઝા હોલ્ડરોને અસર પડી શકે છે જેઓએ અમેરિકામાં વર્ક પરમિટ હાંસલ કર્યું છે.

મહત્વનું છે કે, H-4 વિઝા એ H-1 વિઝા હોલ્ડરના જીવનસાથીને આપવામાં આવતા હોય છે. આ વિઝા લેવાવાળા એ વિઝા હોલ્ડરના જીવનસાથી હોઈ છે કે જેઓ H-1 વિઝા દ્વારા કામ કરવા માટે અમેરિકામાં પહોંચ્યા હોય છે. આ સંખ્યામાં સૌથી વધુ લોકો ભારતના છે. ભારતીય મૂળના ૧૦૦૦૦૦થી વધુ અમેરિકીઓએ આ વિઝાના પ્રોવિઝનનો ફાયદો લઇ ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે, બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે વર્ષ ૨૦૧૫માં તેઓએ H-4 વિઝાની વ્યવસ્થાને લાગુ કરી હતી. ત્યારે હવે આ કાનૂનને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ખત્મ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના ડાયરેક્ટર ફ્રાન્સિસ સિસ્નાના જણાવ્યા મુજબ, “આ ઉનાળાની ઋતુના અંતિમ સમયમાં આ સંબંધમાં ઓપચારિક આદેશ જાહેર કરવામાં આવી શકે છે”. તેઓએ આ વાત સીનેટર ચુક ગ્રાસલેને આપવામાં આવેલા એક પત્રમાં જણાવ્યું છે.

તાજેતરમાં મિગ્રેશન પોલીસી ઇન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી મુજબ, “અમેરિકા દ્વારા H-1 વિઝાના ૭૧૦૦૦થી વધુ જીવનસાથીઓને કામ કરવા માટે અધિકૃત દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા છે જેમાં ૯૦ ટકા ભારતીયો છે”.

ગત સપ્તાહે જાહેર થયેલી આ સ્ટડી મુજબ, “જૂન, ૨૦૧૭ સુધી યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા કુલ ૭૧,૮૨૭ H-4 વિઝા હોલ્ડરોને કામ કરવા માટે અધિકૃત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા”.

વર્ષ ૨૦૧૭ સુધી અમેરિકામાં કામ કરતા H-4 વિઝા હોલ્ડરોમાં કુલ ૯૪ ટકા મહિલાઓ શામેલ હતી. જેમાં ૯૩ ટકા ભારતીય અને ૪ ટકા ચીનના H-4 વિઝા હોલ્ડરો છે.