Vijay Hazare Trophy/ વર્લ્ડ રેકોર્ડઃ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે બનાવ્યા 500 રન, સર્જાયો ઇતિહાસનો સૌથી મોટો વિક્રમ

ભારતમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં તમિલનાડુની ટીમે 50 ઓવરમાં બે વિકેટે 506 રન બનાવીને હંગામો મચાવ્યો છે. સોમવારે, અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટની મેચમાં તમિલનાડુની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 2 વિકેટના ભોગે 506 રન બનાવવા સાથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Top Stories India Sports
Tamil nadu વર્લ્ડ રેકોર્ડઃ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે બનાવ્યા 500 રન, સર્જાયો ઇતિહાસનો સૌથી મોટો વિક્રમ

વિજય હઝારે ટુર્નામેન્ટમાં તમિલનાડુએ અરૂણાચલ સામે બે વિકેટે બનાવ્યા 506 રન

તમિલનાડુના ઓપનર નારાયણ જગદીશનના 141 બોલમાં 25 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે 277 રન

ઓપનર નારાયણ જગદીશને સળંગ પાંચમી સદી ફટકારી

તમિલનાડુએ ઇંગ્લેન્ડના 6 વિકેટે 498 રનના વિક્રમને વટાવ્યો

ભારતમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં તમિલનાડુની ટીમે 50 ઓવરમાં બે વિકેટે 506 રન બનાવીને હંગામો મચાવ્યો છે. સોમવારે, અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટની મેચમાં તમિલનાડુની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 2 વિકેટના ભોગે 506 રન બનાવવા સાથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તમિલનાડુની ટીમ ‘ODI’ ક્રિકેટમાં એટલે કે 50 ઓવરમાં 500 કે તેથી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ મામલે તમિલનાડુએ પણ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને પાછળ છોડી દીધી છે. ઇંગ્લેન્ડે આ વર્ષે જૂનમાં નેધરલેન્ડ સામે 50 ઓવરમાં છ વિકેટે 498 રન બનાવ્યા હતા. આ રીતે તમિલનાડુની ટીમે ઈંગ્લેન્ડને પાછળ છોડીને ‘ODI’ ક્રિકેટ (50 ઓવરની ક્રિકેટ)માં આ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

50 ઓવરમાં સૌથી મોટા સ્કોર

તમિલનાડુઃ બે વિકેટે 506

ઇંગ્લેન્ડઃ 6 વિકેટે 498

સરેઃ 4 વિકેટે 496

ઇંગ્લેન્ડઃ 4 વિકેટે 481

ભારત એઃ 4 વિકેટે 458

તમિલનાડુના ઓપનર સાઈ સુદર્શને 102 બોલમાં 154 રન બનાવ્યા હતા. તે જ સમયે, નારાયણ જગદીશને 141 બોલમાં 277 રનની ઇનિંગ રમી હતી. તમિલનાડુના ઓપનર સાઈ કિશોર અને નારાયણ જગદીશને પ્રથમ વિકેટ માટે 416 રનની ભાગીદારી નોંધાવી હતી. તમિલનાડુના ઓપનિંગ બેટ્સમેન નારાયણ જગદીશને અરુણાચલ પ્રદેશના બોલરોની રીતસરની ખબર લઈ નાખી હતી. અને 25 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા.

તમિલનાડુનો ઓપનર નારાયણ જગદીશન થોડા માટે વન-ડે ક્રિકેટના ઇતિહાસની પ્રથમ ટ્રિપલ સદી ચૂકી ગયો હતો. જો કે તેણે વન-ડે ક્રિકેટના ઇતિહાસના શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર અલી બ્રાઉનના 268 રન, રોહિત શર્માના 264 રન, વિજય હઝારેમાં પૃથ્વી શોએ ફટકારેલા 227 રનના ટોપ સ્કોરને વટાવ્યો હતો. તેની સાથે તે વિજય હઝારેમાં સળંગ પાંચમી સદી નોંધાવનારો ભારતીય ક્રિકેટના ઇતિહાસનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. વિજય હઝારે ક્રિકેટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં હજી સુધી કોઈપણ ખેલાડીએ સળંગ પાંચ સદી ફટકારી નથી.

આ પણ વાંચો

Gujarat Election 2022/ અડગ વિશ્વાસઃ પાંચ-પાંચ ચૂંટણી હારનાર ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસે

રાજસ્થાન/ પત્ની સહિત 4 પુત્રોની હત્યા કર્યા બાદ પતિએ કરી આત્મહત્યા