Not Set/ હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલન, સાંગ્લા ઘાટીમાં પુલ તૂટી પડતાં 9 લોકોના મોત 

હિમાચલ પ્રદેશની સાંગલા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

Top Stories India
gehlot 3 હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલન, સાંગ્લા ઘાટીમાં પુલ તૂટી પડતાં 9 લોકોના મોત 

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં એક મોટો અકસ્માત થયો છે. સાંગ્લા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. સાંગ્લા જતા પ્રવાસીઓથી ભરેલા વાહનના માર્ગમાં  ભૂસ્ખલન થયું હતું. પ્રવાસીઓ છત્તીસગઢના હોવાનું જણાવાયું છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે.

પર્વત પરથી મોટા પથ્થરો લપસી ગયા અને ઝડપથી નીચે આવી ગયા અને પુલ ઉપર પડી રહ્યા હતા.  ત્યાં ચાલી રહેલા બાંધકામના કામને પણ ભારે નુકસાનની માહિતી છે. ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલ ફોનમાં આ ભયાનક દ્રશ્ય કેદ કર્યું.

 

કિન્નૌરની સાંગ્લા ઘાટીમાં અચાનક ભૂસ્ખલ થતાં દિલ્હીથી આવેલાં 9 પ્રવાસીઓના મોત થઈ ગયા. જ્યારે 3 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ દ્રશ્યો એક પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી લીધાં. હવે ઈન્ટરનેટ પર આ દ્રશ્યો ખતરનાક વાયરલ થઈ રહ્યાં છે.

આજે બપોરના 1.30 વાગ્યે, પર્વત પરથી મોટા પથ્થરો નીચે આવવા લાગ્યા. જ્યારે ખડકો નીચે આવી રહ્યા હતા, ત્યાં ગનપાવડર અથવા બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ આવ્યો. તે પુલ સાથે અથડાતા પુલના પણ બે ટુકડા થઇ ગયા હતા.