Not Set/ યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ

અયોધ્યામાં પ્રબુદ્ધ વિચારગોષ્ઠીના નામે ભૂદેવ સંમેલનો યોજી બસપાએ બ્રહ્મસમાજ, દલિત અને મુસ્લિમોને સાથે રાખવાની જૂની રાણનીતિ ફરી અપનાવી

India Trending
gehlot 7 યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ઉત્તરપ્રદેશમાં રાજકીય પક્ષોએ ધ્યાન કેન્દ્રીય કર્યુ છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી પર અસર પાડવા યોગી આદિત્યનાથે દિલ્હીમાં રોહિંગ્યાના ગેરકાયદે કબજાવાળા વિસ્તાર પર બુલડોઝર ફેરવ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના આ સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મરણ પથારીએથી બેઠી કરવા માટે પ્રયાસ કર્યો છે. કોઈ પણ પક્ષ સાથે ગઠબંધનની તૈયારી શરૂ કરી છે. યુપીની સ્થાનિક ચૂંટણીમાં બેઠકો જીતી લોકચૂકાદો મેળવનાર અખિલેશ યાદવ હોદ્દા મેળવવામાં પાછા પડ્યા છે. કારણ કે તેમની પાસે સત્તા નથી. યોગીએ હારની બાજીને જીતમાં પલટાવી છે. બસપાએ પંજાબમાં અકાલીદળ સાથે જાેડાણ કરીને નવો દાવ ખેલ્યો છે. બીજી બાજુ બસપાએ થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે સવર્ણ મતદારો અને તેમાંય ભૂદેવોને એટલે કે બ્રહ્મસમાજને પોતાના તરફ વાળવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. યુપીના મુખ્ય સ્થળોએ બ્રહ્મસમાજના સંમેલનો યોજવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે અને અયોધ્યાથી આ કાર્યક્રમનો આરંભ પણ કરી દીધો છે.

himmat thhakar યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ

ભાજપે જે રીતે યુપીના દરેક વિધાનસભા મત વિસ્તારોમાં મુસ્લિમોના પાંચ હજાર મતો મળે તેવી ગોઠવણ કરવા જેમ તેના લઘુમતી મોરચાના નેતાઓને જવાબદારી સોંપી છે તેવી જ રીતે બસપાએ ભૂદેવોના મોટા વર્ગને પોતાના તરફ વાળવા માટેની જવાબદારી ૨૦૦૭ની ચૂંટણીમાં આ ક્ષેત્રમાં સફળ કામગીરી બજાવનાર સતીષ મિશ્રાને સોંપી છે.
અયોધ્યા ખાતેના પ્રથમ સંમેલનમાં સતીષ મિશ્રાએ કહ્યું છે કે યુપીમાં બ્રાહ્મણો નેતાઓના એન્કાઉન્ટર થવાના જે બનાવો બન્યા છે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આ બ્રાહ્મણ પરિષદ સંમેલનનું નામ હવે પ્રબુધ્ધ વર્ગ સંવાદ સુરક્ષા સન્માન વિચાર ગોષ્ઠી એવું રાખવામાં આવ્યું છે. સતીષ મિશ્રાએ આ કાર્યક્રમ પહેલા રામલલ્લાના દર્શન કરવા ઉપરાંત સરયુના કાંઠે આરતીમાં પણ ભાગ લીધો હતો.

gehlot 4 યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ

સતીષ મિશ્રા કહે છે કે ભૂદેવોએ હવે ભાજપને પૂછવું જાેઈએ કે તમે શું આપ્યું છે ? માયાવતીએ ગણેશજીની મૂર્તિ હાથમાં લઈ ૨૦૦૭માં જણાવેલ કે હાથી નથી ગણેશ છે, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે પણ આ માત્ર વાત નહોતી. માત્ર વાયદો નહોતો. બસપાએ ૨૦૦૭માં પોતાની સરકારમાં ૧૫ બ્રાહ્મણોને પ્રધાન બનાવ્યા હતા. ૩૫ને અધ્યક્ષપદ આપ્યા હતાં. ૧૫ ભૂદેવોે વિધાનપરિષદના સભ્ય બનાવ્યા હતાં. ૨૨૦૦ ભૂદેવોને સરકારી વકીલ બનાવ્યા હતાં. ૨૦૦૭ બાદ યુપીના પ્રથમ ચીફ સેક્રેટરી બનાવ્યા હતાં. સતીષ મિશ્રાએ આ સંમેલનમાં દલિતો અને ભૂદેવોનો સાથે ઉલ્લેખ કરીને નવો દાવ ખેલ્યો છે. દલિતો પરના અત્યાચાર અને બ્રહ્મસમાજના કેટલાક નેતાઓના એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો છે.

gehlot 5 યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ

યુપીમાં ૨૦૦૭ની ચૂંટણીમાં બસપાએ એકલા હાથે ચૂંટણી લડી હતી અને તે વખતે દલિતો, બ્રાહ્મણો અને મુસ્લિમો એટલે કે ડીબીએમનું નવું સમીકરણ ઉભુ કરીને ૪૦૦માંથી ૨૦૩થી વધુ બેઠકો જીતી સત્તા મેળવી હતી. ૫૦ થી વધુ બ્રાહ્મણો પણ બસપાની ટિકિટ પર ચૂંટાયા હતાં. ૨૦૧૨ની ચૂંટણીમાં બસપાને સત્તા ખોવી પડી હતી અને અખિલેશ યાદવ (સપા) સત્તા પર આવ્યા હતાં. ૨૦૧૪ની ચૂંટણીમાં ૮૦ માંથી ૭૨ બેઠકો સાથે ભાજપ અને તેના સાથી પક્ષે સપાટો બોલાવ્યો હતો. બસપાને એક પણ બેઠક મળી નહોતી. તો બીજી બાજુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તોતીંગ બહુમતી સાથે સત્તા મેળવી બસપા ત્રીજા ક્રમે ધકેલાઈ હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ભલે ૬૨ બેઠકો મળી પણ બસપાએ બરાબર ટક્કર આપીને ૧૧ સંસદીય બેઠકો કબ્જે કરી હતી. જ્યારે મુલાયમસિંહ અને અખિલેશ યાદવનો પક્ષ માત્ર પાંચ બેઠકોમાં સમેટાઈ ગયો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર રાયબરેલીની શ્રીમતી સોનિયા ગાંધીવાળી એક માત્ર બેઠક મળી હતી. અમેઠીમાંથી રાહુલ ગાંધી પણ હારી ગયા હતાં. આમ લોકસભાના સારા દેખાવ બાદ બસપાએ સ્થાનિક ચૂંટણી માત્ર હાજરી પુરાવવા પુરતી લડી હતી અને ૨૦૧૭ના એપ્રિલ-મે માસમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

gehlot 6 યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ
હવે ૨૦૦૭માં જે સમીકરણોના આધારે બસપાએ સત્તા મેળવી હતી તે ફરી જીવંત કર્યુ છે. શર્મા અને મૌર્યને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા નથી. તેથી બ્રહ્મસમાજ અને દલિતો નારાજ છે. યોગી આદિત્યનાથ ભલે આમ ગોરખપુરમાં મહંત છે પણ મૂળ ઠાકુર છે. હાથરસ બળાત્કાર કેસમાં ઠાકુર સંડોવણીકારોને બચાવવા માટે યુપીની પોલીસે જે ખેલ ખેલ્યા છે તે જગજાહેર છે. અખબારોના પાના પર ચમકી ચૂક્યા છે. તેનાથી યુપીનો દલિત સમાજ નારાજ છે. જાે કે ભાજપ આ બ્રહ્મસમાજના મામલે એવો પ્રચાર કરે છે કે બસપાએ ચૂંટણી જીતવા એક ગેંગસ્ટરનો આશરો લીધો છે. જાે કે સપા અને ભાજપ બન્નેમાં ગેંગસ્ટર છે.

gehlot 8 યુપીમાં ૨૦૦૭ની નીતિ અપનાવવા માયાવતીનો વ્યૂહ
બ્રહ્મસમાજના મતદારો યુપીમાં મોટી સંખ્યામાં છે. કોઈ ૨૦ ટકા કહે છે તો કોક ૧૫ ટકા કહે છે પરંતુ ૪૦૦ પૈકી ૧૪૦થી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં તેની સંખ્યા ઘણી વધારે છે. આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એ પ્રિયંકા ગાંધીએ સોફ્ટ હિંદુત્વનો સહારો લઈ હિંદુ મતદારોના એક વર્ગને પોતાના તરફ વાળવા પ્રયાસ કર્યો છે. જાે કે કોંગ્રેસના કદાવર બ્રાહ્મણ નેતા જતિન પ્રસાદ ભાજપમાં જાેડાતા તેમના આ પ્રયાસોને ફટકો પડ્યો છે. હવે બસપાએ આ ખેલ ખેલી ભાજપની બાજી ઉંધી વાળવા માટે કમર કસી છે. જાે કે ૨૦૦૭વાળું સમીકરણ બદલાયેલા સંજાેગો અને વિખરાયેલા કે વિભાજીત સમાજાેવાળા વાતાવરણમાં ચાલે કે નહિ તે મોટો સવાલ છે.
માયાવતી પોતાના આ ગણિતમાં કે આ પ્રકારના સાશ્યલ એન્જિનિયરીંગમાં સફળ થાય તો ફરી સત્તા પર આવે તેવી પૂરેપુરી શક્યતા છે. આવતા દિવસોમાં આ ખેલ કેવા વળાંક લે છે તે જાેવાનું રહે છે. ટૂંકમાં આ જૂની છતાં અત્યારે બસપાએ નવી રીતે અપનાવેલી રણનીતિથી માયાવતીએ બાકીના પક્ષોને વિચાર કરતાં અવશ્ય કરી દીધા છે.