કચ્છ/ હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન, BSFએ પકડી પાકિસ્તાની 9 બોટ

છેલ્લા થોડા દિવસોથી ભારતીય માછીમારોની અપહરણની અનેક ઘટના બની છે.થોડા દિવસ અગાઉ અંદાજે 50 ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓ પકડી ગઇ છે.

Top Stories Gujarat Others
પાકિસ્તાની બોટ
  • BSFએ પકડી 9 પાકિસ્તાની બોટ
  • BSFના ઉચ્ચઅધિકારી બોર્ડર પર પહોંચ્યા
  • BSF દ્વારા સર્ચ ઓપરેશન જારી
  • ભારતીય માછીમારોની અપહરણની અનેક ઘટના
  • હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

દલદલી હરામીનાળા ઇલાકા પાસેથી 9 પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે.BSFના ઉચ્ચઅધિકારી બોર્ડર પર તપાસ માટે પહોંચ્યા છે. અને હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે. છેલ્લા થોડા દિવસોથી ભારતીય માછીમારોની અપહરણની અનેક ઘટના બની છે.થોડા દિવસ અગાઉ અંદાજે 50 ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓ પકડી ગઇ છે. Bsf દ્વારા અતિસંવેદનશીલ ગણવામાં આવતું હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ પણ વાંચો :લગ્નના ત્રણ દિવસ પહેલા જ કંકોત્રી આપવા નીકળેલા વરરાજાનુ વાહનની ટક્કરે મોત

છેલ્લા 15 દિવસમાં પાકિસ્તાની ના-પાક હરકતો સામે આવી રહી છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાક દ્વારા છેલ્લા કેટલાક સમયથી લગભગ 50 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓએ પકડી પાડ્યા છે.

પાકિસ્તાનની નાપાક હરકતનો ફરી પર્દાફાશ થયો છે. ગઈ કાલે પાક મરીન દ્વારા IMBL નજીકથી 10 બોટ અને 60 માથીમારોનું અપહરણ કર્યું હોવાનો અહેવાલ સામે આવ્યો હતો.પાકિસ્તાને 6 ફિશીંગ બોટ અને 36 માછીમારોને ઝડપાયા હોવાનું જણાવી ફરી જૂઠાણું ફેલાવ્યું હતું..પાકિસ્તાનના જુઠાણાને લઈ 4 બોટ અને 24 માછીમારો ક્યાં ગુમ થયા તે અંગે સવાલો ઉદભવ્યા છે. માછીમારોના અપહરણને લઈ માછીમારોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :LG હોસ્પિટલની બેદરકારીથી નવજાતનું જીવન બુજાયું, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો :ધારાસભ્ય ડો અનિલ જોશીયારાની લથડી તબિયત, ચેન્નાઇની હોસ્પિ.માં વધુ સારવાર અર્થે ખસેડાયા

આ પણ વાંચો :રામોલ પોલીસ ચોકી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો :  હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત