International Kite Festival/ ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સનો પ્રારંભ, G-20 દેશના પતંગબાજો પણ ભાગ લેશે

ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પતંગ મોહત્સવ  8થી 14 જાન્યુઆરી સુધી ચાલશે,

Top Stories Gujarat
International Kite Festival
  • આજથી આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો પ્રારંભ
  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023
  • 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે
  • આં.રાષ્ટ્રીય પતંગ મહોત્સવ જી-20ની થીમ પર
  • કોરોના મહામારીને કારણે 2 વર્ષ પછી યોજાશે
  • દેશ- વિદેશનના પતંગબાજો મહોત્સવમાં લેશે ભાગ
  • જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે
  • સવારે 8.00 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરાવશે પ્રારંભ
  • CM અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ રહેશે હાજર
  • પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના
  • સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન

International Kite Festival:   ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય મહોત્સવનો  પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પતંગ મોહત્સવ  8થી 14 જાન્યુઆરી સુધી ચાલશે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે આજથી શરૂ થયો છે. . રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નું ઉદ્દઘાટન રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 8 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે. G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

1 1 10 ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સનો પ્રારંભ, G-20 દેશના પતંગબાજો પણ ભાગ લેશે

આ પતંગ મહોત્સવ  (International Kite Festival) સાત દિવસ ચાલશે,અને સવારે 10 કલાકથી 5 વાગ્યા સુધી પતંગબાજો પતંગ ઉડાવવામાં આવશે. આ કાર્યક્રમમમાં ભૂપેન્દ્ર પટેલ  ખાસ ઉપસ્થિત રહેશે.પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તૃતિ વંદના કરવવામાં આવશે, આ ઉપરાંત સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પણ આયોજન કરવામાં આવશે. પતંગ મહોત્સવમાં તારીખ 8 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પતંગ મહોત્સવમાં (International Kite Festival) 53 દેશોમાંથી 126 પતંગબાજો ભાગ લશે, આ ઉપરાંત 14 રાજ્યના 65 અને ગુજરાત 22 શહેરના 660 શહેરોના પતંગબાજો ભાગ લેશે,આ મહોત્સવમા લીધે ગુજરાતની એક આઘવી ઓળખ ઉભી થઇ છે.

China/ જિનપિંગને કોરોના મામલે સરકારની આલોચના પસંદ ન આવતા ઉઠાવ્યું આ કદમ,જાણો

Mount Merapi/ ઇન્ડોનેશિયાના માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો,300 મીટર સુધી રાખ ફેલાઇ

 

.