Not Set/ માસ્ક પહેરીશું તો બ્યુટી પાર્લર કેવી રીતે ચાલશે? જાણો કોણે આપ્યું આ નિવેદન

આસામમાં ત્રીજા તબક્કાનાં મતદાનનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ તબક્કા માટે 40 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

Top Stories India
1 41 માસ્ક પહેરીશું તો બ્યુટી પાર્લર કેવી રીતે ચાલશે? જાણો કોણે આપ્યું આ નિવેદન

આસામમાં ત્રીજા તબક્કાનાં મતદાનનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ તબક્કા માટે 40 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ અગાઉ આસામનાં આરોગ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી નેતા હિંમંત બિસ્વા સરમાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.

Covid-19 / કોરોનાનાં સંકટ વચ્ચે PM મોદીએ બોલાવી ઉચ્ચ-સ્તરની બેઠક, થઇ શકે છે મોટુ એલાન

હિંમંત બિસ્વા સરમાએ કહ્યું છે કે, આસામનાં લોકોને હવે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક લગાવવાની જરૂર નથી, કારણ કે હવે પ્રાંતમાં વાયરસ નથી. જણાવી દઇએ કે, સરમાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. સરમાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, લોકો માસ્ક પહેરીને ભય વધારી રહ્યા છે, જ્યારે આસામમાં માસ્ક પહેરવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે પ્રાંતમાં માસ્ક પહેરવાની જરૂર પડશે ત્યારે તેઓ જણાવી દેશે. તેમણે વધુમાં કહ્યું, ‘આપણે અર્થવ્યવસ્થાને પણ જીવંત બનાવવી પડશે. જો માસ્ક પહેરીશું તો બ્યુટી પાર્લર કેવી રીતે ચાલશે? બ્યુટી પાર્લર ચલાવવું પણ જરૂરી છે. અમે લોકોને કહી રહ્યા છીએ કે આ વચગાળાની રાહત છે. જે દિવસે મને કોરોના થશે, તે દિવસે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ પડશે.’

જનતાને લાભ / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રવિવારે કોરોનાનાં 93,249 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સંક્રમણનાં કેસોની સંખ્યા વધીને 1.24 કરોડ થઈ ગઈ છે. એક જ દિવસમાં આ રોગચાળાને કારણે 513 લોકોનાં મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 1,64,623 થઈ ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ