Not Set/ બેંક કૌભાંડ : ICICI બેંકના CEO ચંદા કોચર ફસાયા વિવાદોમાં, લોન વીડિયોકોનને, કમાણી પતિને

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી દેશમાં સામે આવી રહેલા બેન્કિંગ સ્કેમ વચ્ચે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેને બેંકમાંથી લોન લીધા બાદ લોનની ભરપાઈ કરી નથી. આ ગ્રુપ છે વિડિયોકોન. વીડિયોકોન ગ્રુપ પર આરોપ છે કે આ ગ્રુપ દ્વારા ભ્રષ્ટાચાર કરીને ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI)માંથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોનની ભરપાઈ […]

India
fghfdhh બેંક કૌભાંડ : ICICI બેંકના CEO ચંદા કોચર ફસાયા વિવાદોમાં, લોન વીડિયોકોનને, કમાણી પતિને

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી દેશમાં સામે આવી રહેલા બેન્કિંગ સ્કેમ વચ્ચે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેને બેંકમાંથી લોન લીધા બાદ લોનની ભરપાઈ કરી નથી. આ ગ્રુપ છે વિડિયોકોન.

વીડિયોકોન ગ્રુપ પર આરોપ છે કે આ ગ્રુપ દ્વારા ભ્રષ્ટાચાર કરીને ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI)માંથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોનની ભરપાઈ કરવામાં આવી નથી. પરંતુ આ કૌભાંડમાં આઈસીઆઈસીઆઈ બેન્કના સીઇઓ ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપ લાગ્યો છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૮ના ડિસેમ્બર મહિનામાં વીડિયોકોન સમૂહના માલિક વેણુગોપાલ ધૂતે આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના સીઇઓ અને એમડી ચંદા કોચરના પતિ દીપક કોચર અને અન્ય બે સબંધીઓ સાથે મળીને એક કંપની બનાવી હતી.

જો કે ત્યારબાદ ૬૫ કરોડની આ કંપની માત્ર ૯ લાખ રૂપિયામાં વહેચવામાં આવી હતી અને એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવી હતી, જેના માલિક ચંદા કોચારના પતિ દીપક કોચારના હાથમાં હતી અને પછી આ કંપનીને ICICI બેંક દ્વારા ૬૪ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તેથી ચંદા કોચર પર અ આરોપો સામે આવી રહ્યા હોય તે માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વેણુગોપાલ ધૂત દ્વારા દિપક કોચરને આ કંપનીનું ટ્રાન્સફર આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી વીડિયોકોન ગ્રુપને મળેલી ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન મળવાના છ મહિના પછી જ થયું હતું. જેમાં આ લોનના ૮૬ ટકા રકમ એટલે કે ૨૮૧૦ કરોડ રૂપિયાની રકમ ભરપાઈ ન કર્યા બાદ ૨૦૧૭માં બેંક દ્વારા વીડિયોકોનના એકાઉન્ટને ૨૦૧૭માં એનપીએ જાહેર કરવામાં આવી હતી.

બીજી બાજુ આ બેન્કિંગ કૌભાંડ મામલે તપાસ એજેન્સી દ્વારા વેણુગોપાલ ધૂત, દિપક કોચર તેમજ ICICI બેંક વચ્ચે થયેલી લેવડ-દેવડની તપાસ કરી રહી છે તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના CEO પર સામે આવેલા આરોપો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

જયારે આઈસીઆઈસીઆઈ બેંકના સીઇઓ ચંદા કોચર પર લગાવવામાં આવેલા આરોપો બાદ બેંકના બોર્ડ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. આ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, “બોર્ડને બેંકના એમડી અને સીઇઓ ચંદા કોચર પર સંપૂર્ણ ભરોસો છે. બધા પુરાવાઓને ધ્યાનમાં રાખતા બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભાઈ-ભત્રીજાવાદ અને હિતોના ટકરાવ સહિત ભ્રષ્ટાચારની જે અફવાહો ચાલી રહી છે, તેની કોઈ પણ વાત તથ્ય નથી. આ તમામ અફવાઓ આઈસીઆઈસીઆઈ બેંકની છબીને ખરાબ કરવા માટે જ ફેલાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સામે આવતા બેન્કિંગ કૌભાંડમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ વિજય માલ્યાના ૯૦૦૦ કરોડ રૂપિયા, ડાયમંડ કિંગ નિરવ મોદીના ૧૧૨૬૦ કરોડ રૂપિયા તેમજ રોટોમેક કંપનીના એમડી વિક્રમ કોઠારી પર પણ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની ઉચાપત કરવાના આરોપો સામે આવી ચુક્યા છે.