Not Set/ Official રીતે અલ્હાબાદનું નામ થયું પ્રયાગરાજ, રાજ્યપાલે આપી લીલી ઝંડી

  ઉત્તરપ્રદેશનું શહેર અલ્હાબાદનું નામ હવે ઓફીશીયલ રીતે પ્રયાગરાજ થઇ ગયું છે. રાજ્યપાલ રામ નાઈકે શનિવારે શહેરના નામ બદલવાના પ્રસ્તાવને મજુરી આપી દીધી હતી. ત્યારબાદ આ આદેશ લાગુ પાડવામાં આવ્યો છે. અલ્હાબાદ હવેથી પ્રયાગરાજના નામથી ઓળખાશે. યુપી કેબિનેટ બેઠકમાં આ નવા નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ વાતની ઘોષણા કરી હતી. Uttar Pradesh Governor Ram Naik approves renaming […]

Top Stories India Trending
up Official રીતે અલ્હાબાદનું નામ થયું પ્રયાગરાજ, રાજ્યપાલે આપી લીલી ઝંડી

 

ઉત્તરપ્રદેશનું શહેર અલ્હાબાદનું નામ હવે ઓફીશીયલ રીતે પ્રયાગરાજ થઇ ગયું છે. રાજ્યપાલ રામ નાઈકે શનિવારે શહેરના નામ બદલવાના પ્રસ્તાવને મજુરી આપી દીધી હતી. ત્યારબાદ આ આદેશ લાગુ પાડવામાં આવ્યો છે.

અલ્હાબાદ હવેથી પ્રયાગરાજના નામથી ઓળખાશે. યુપી કેબિનેટ બેઠકમાં આ નવા નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ વાતની ઘોષણા કરી હતી.

માનવામાં આવે છે કે મુગલ બાદશાહ અકબરે પ્રયાગનું નામ બદલાવીને અલ્હાબાદ કર્યું હતું. સાધુ સંતો વર્ષોથી અલ્હાબાદનું નામ બદલવાની માંગ કરી રહ્યા હતા

જોકે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ સરકારના પગલાં પાછળ ચોખ્ખી રાજનીતિ છે. યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, નામ બદલવાથી હાલત નહિ બદલે.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદના નામ બદલવાની ચર્ચા માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશોના અખબારોમાં પણ થઇ હતી. ઘણા અખબારોએ હિન્દુત્વ નામકરણ કર્યા હોવાના આરોપ પણ લગાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અલ્હાબાદમાં પણ દેવભૂમિમાંથી નીકળતી બે પવિત્ર નદીઓ મળે છે. એટલે જગ્યાને પ્રયાગરાજ કહેવામાં આવે છે. હિમાલયથી નીકળતી બે પવિત્ર નદી ગંગા અને યમુનાનો સંગમ આ પવિત્ર ઘરતી પર થાય છે.