cow/ ગાયના પેટમાંથી મળ્યો પ્લાસ્ટીકનો જથ્થો, સુરક્ષાના દાવા પોકળ

CNCD વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અમદાવાદના ઢોર શેડમાં 4834 પશુઓ રાખવામાં આવી રહ્યા છે. જેમાં દાણીલીમડામાં સૌથી વધુ 2544 પશુઓ છે.

Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 58 ગાયના પેટમાંથી મળ્યો પ્લાસ્ટીકનો જથ્થો, સુરક્ષાના દાવા પોકળ

અમદાવાદમાં ગાય માટે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. ગાય (cow)ના પેટમાંથી હાનિકારક પ્લાસ્ટિક ઉપરાંત અન્ય અખાદ્ય વસ્તુઓ પણ મળી આવી છે. રવિવારે ગાયોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેમાં બે ગાયોના પેટમાંથી 85 કિલો પ્લાસ્ટિક, કાપડ અને અન્ય ધાતુઓ બહાર કાઢવામાં આવી હતી. ગાયના પેટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવતા પ્રાણીઓની સુરક્ષા અને સંવર્ધન માટેના દાવા પોકળ સાબિત થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ઉપદ્રવ નિયંત્રણ વિભાગ (CNCD)ની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ છે. આ પૈકીની કેટલીક ગાયોના મૃત્યુ અંગે પેનલ પોસ્ટમોર્ટમની આવશ્યકતા છે. રવિવારે રાજ્ય સરકારના વેટરનરી ડોકટરોની ટીમે પશુ માલિક અને પોલીસની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાંથી એક ગાય (cow)ના પેટમાંથી 55 કિલો પ્લાસ્ટિક, કાપડ, મેટલ નટ બોલ્ટ, સોય અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. જ્યારે બીજી મૃત ગાયના પોસ્ટમોર્ટમ દરમિયાન 30 કિલો સમાન સામગ્રી મળી આવી હતી.

પ્લાસ્ટીક રિસાયકલ થતું ના હોવાથી સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદ્યો હતો. છતાં લોકો દ્વારા અનેક રીતે પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ કરી જાહેર માર્ગો પર ફેંકવામાં આવતા પ્લાસ્ટીકનો ભોગ ગાયો (cow) બને છે. રસ્તા પર ફરતી ગાયો આ પ્લાસ્ટીકને ખોરાક સમજી ખાય છે અને તેમના પેટમાં ચોંટી જાય છે. પેટમાં પ્લાસ્ટીકના ભરાવાના કારણે ગાયને નુકસાન થાય છે તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પામવાની ઘટનાઓ પણ બને છે.આ બાબત દર્શાવે છે કે કહેવાતા મોર્ડન લોકોમાં જાહેરમાર્ગો પર સ્વચ્છતા મામલે જાગૃકતાનો અભાવ છે.

CNCD વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અમદાવાદના ઢોર શેડમાં 4834 પશુઓ રાખવામાં આવી રહ્યા છે. જેમાં દાણીલીમડામાં સૌથી વધુ 2544 પશુઓ છે. જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરના શેડમાં 1319 અને નરોડામાં 971 પશુઓ છે. વિભાગના જણાવ્યા મુજબ દાણીલીમડા ખાતે આવેલ ઢોર શેડમાં ત્રણ હજાર ઢોર રાખવાની ક્ષમતા છે. પશુઓની સારવાર, ઘાસચારો અને અન્ય જાળવણી માટેની તમામ સુવિધાઓ અહીં સમજાવવામાં આવી હતી.