Breaking News/ CM નીતિશ કુમારે સાબિત કરી બહુમતી, RJDને લાગ્યો ઝટકો

નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. નીતિશ કુમારના સમર્થનમાં 129 વોટ પડ્યા. વિપક્ષે વિશ્વાસ મત પર વોટિંગમાંથી વોકઆઉટ કર્યું.

Top Stories India Breaking News
Beginners guide to 1 CM નીતિશ કુમારે સાબિત કરી બહુમતી, RJDને લાગ્યો ઝટકો

બિહારના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. નીતિશ કુમારના સમર્થનમાં 129 વોટ પડ્યા. વિપક્ષે વિશ્વાસ મત પર વોટિંગમાંથી વોકઆઉટ કર્યું.

તેજસ્વીએ નીતિશ પર જોરદાર હુમલો કર્યો

રાજકીય ગરમાવો વચ્ચે તેજસ્વીએ નીતીશ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ કહ્યું કે, એક ટર્નમાં ત્રણ વખત યુ ટર્ન લેવો તે ક્યાંય જોવા મળ્યો નથી. નીતિશ કુમારે નવ વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. નીતીશ કુમારની પણ રાજા દશરથ જેવી કેટલીક મજબૂરીઓ હશે.

તેજસ્વીએ કહ્યું કે નીતિશ સન્માનજનક છે અને રહેશે. અમે બિહારના યુવાનોને નોકરીઓ વહેંચી, જે અશક્ય હતું તે શક્ય બન્યું. અમે 2 લાખ લોકોને રોજગારી આપી. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે નીતાશે શા માટે પક્ષ બદલ્યો. રામને વનવાસમાં મોકલનાર દશરથ નહીં પણ કૈકેયી હતા, નીતિશ કુમારે સમજાવવું જોઈએ કે કૈકેયી કોણ છે. નીતીશજીએ એક વાર કહ્યું હશે કે અલગ થવાની છે.

જેડીયુ અને આરજેડી અવિશ્વાસ પ્રસ્તાવ માટે પ્રયાસ કરી રહ્યા હતા

NDA અને મહાગઠબંધન વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચેક-મેટની રમત ચાલુ રહી અને બંને ગઠબંધન દ્વારા પોત-પોતાના ધારાસભ્યોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એવી આશંકા હતી કે જેડીયુ અને બીજેપીના કેટલાક ધારાસભ્યો બળવો કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ