ઉત્તરાયણ/ સંક્રમણ વચ્ચે સંક્રાંતિ – કાઇપો છે…આનંદો…! પણ પતંગ રસિયાઓ અટલુ તો યાદ રાખવુ જ પડશે

કોરોનાકાળનાં અંત તરફ જઇ રહેલા ગુજરાત માટે હવે 2021મા સારા દિવસો આવશે. આગામી 14-15 જાન્યુઆરીએ ગુજરાતીઓ મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરશે. ત્યારે કેવી

Top Stories Gujarat
patang સંક્રમણ વચ્ચે સંક્રાંતિ - કાઇપો છે...આનંદો...! પણ પતંગ રસિયાઓ અટલુ તો યાદ રાખવુ જ પડશે

કોરોનાકાળનાં અંત તરફ જઇ રહેલા ગુજરાત માટે હવે 2021મા સારા દિવસો આવશે. આગામી 14-15 જાન્યુઆરીએ ગુજરાતીઓ મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરશે. ત્યારે કેવી રહેશે આ વખતે પવનની ગતિ?. કેવો રહેશે માહોલ. શું ગાઇડલાઇનનું કરવું પડશે સૌએ પાલન? જોણીલો અહીંથી આ વિશેષ અહેવાલનાં માધ્યમથી…સંક્રમણ વચ્ચે સંક્રાંતિ

સંક્રમણ વચ્ચે સંક્રાંતિ

આનંદો! પતંગ રસિયાઓ
ઉત્તરાયણમાં બે દિવસ સારો રહેશે પવન
બપોરે 10-15 કિમી/પ્રતિ કલાકની ઝડપ
20-25 કિમી/પ્રતિ કલાકની ઝડપ
બે દિવસ સારા પવનની શકયતા
હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યભરમાં 14-15 જાન્યુઆરી મકરસંક્રાંતિનાં તહેવારની ઉજવણી કરાશે. આ વખતે કોરોનાકાળમાં હવે લોકો ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારે આ વખતે રાજ્યમાં સારો પવન રહેશે તેવી હવામાન વિભાગ તરફથી જાહેરાત કરાઇ છે. 2021ની ઉત્તરાયણ આ વખતે લોકો માટે સારી રહેશે કારણકે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ સારી જોવા મળશે. એકબાજુ ઠંડીનાં પ્રમાણમાં બે દિવસ વધારો થઇ શકે છે તો બીજી બાજુ પવનની ગતિ સામાન્ય કરતાં સારી રહેશે.

સંક્રમણ વચ્ચે સંક્રાંતિ 

મકરસંક્રાંતિનું છે અનેરું મહત્વ
સૂર્ય રાશિ બદલી કરશે મકર રાશિમાં પ્રવેશ
મકરસંક્રાંતિનાં દિવસે દાનપુણ્યનું વિશેષ મહત્વ
સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અર્પણ કરાશે

આધ્યાત્મિક દ્રષ્ટિએ દેવોનો રાજા ગણાતો સૂર્ય પોતાની રાશિ બદલે છે તેને સંક્રાંત કહેવાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જેથી મકરસંક્રાંતિનું પર્વ ઉજવાય છે. 15મી જાન્યુઆરીથી શુભ અને માંગલિક કાર્યો પણ ધનુર્માસ પૂર્ણ થતાં થઇ શકશે. મકરસંક્રાંતિએ વહેલી સવારથી પુણ્યકાળ શરૂ થશે જેથી દાનપુણ્યનો અનેરો મહિમા વર્ણવાયો છે.

સંક્રમણ વચ્ચે સંક્રાંતિ 

રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર
કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન
પોલીસ રાખશે ધાબા પર બાજનજર
મ્યુઝિક કે સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વને લઇને માર્ગદર્શિકા જાહેર કરાઇ. જેમા રસ્તા પર,મેદાનમાં કે જાહેર સ્થળો પર એકઠા થવું નહીં.જાહેર સ્થળો પર પતંગ ચગાવી શકાશે નહીં.પરિવાર સાથે કોરોના ગાઇડલાઇનનાં પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી શકાશે.માસ્ક વગર ફલેટનાં ધાબે કે ઇમારત પર એકઠા થવાની પરવાનગી આપવામાં આવશે નહીં.તમામ કોવિડ ગાઇડલાઇનનું સૌ લોકોએ પાલન કરવું પડશે.ફલેટ કે ઇમારતમાં સ્થાનિક રહેવાસી સિવાય અન્ય કોઇપણ વ્યકિતઓને ફલેટનાં ધાબે કે ખુલ્લા મેદાનમાં એકઠા થવા પર પ્રતિબંધ લદાયો છે.મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ઉપયોગ થઇ શકશે નહીં..તો બીજી બાજુ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂનો કડકાઇથી અમલ કરાવાશે. ત્યારે સંક્રમણ વચ્ચે સંક્રાતિની મોજ ગુજરાતીઓ માણી શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…