ગુજરાત/ રાજ્યમાં 13000 થી વધુ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

મહેસાણાની 991, છોટાઉદેપુરની 928, પાટણની 786, કચ્છની 739 અને મહિસાગર જિલ્લામાં 642 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી.

Top Stories Gujarat Others
Untitled 35 રાજ્યમાં 13000 થી વધુ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિધાનસભામાં આપેલા આંકડા મુજબ, દાહોદના આદિવાસી બહુલ જિલ્લામાં સૌથી વધુ 1024 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. આ સાથે જ મહેસાણાની 991, છોટાઉદેપુરની 928, પાટણની 786, કચ્છની 739 અને મહિસાગર જિલ્લામાં 642 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી.

રાજ્યની 13818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નથી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિધાનભામાં આ માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રાજ્યની 13818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા નથી.

વાઘાણીએ આપેલા આંકડા મુજબ, દાહોદના આદિવાસી બહુલ જિલ્લામાં સૌથી વધુ 1024 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. આ સાથે જ મહેસાણાની 991, છોટાઉદેપુરની 928, પાટણની 786, કચ્છની 739 અને મહિસાગર જિલ્લામાં 642 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. અમદાવાદ મનપાની 273 અને અમદાવાદ જિલ્લાની 470 પ્રાથમિક શાળાઓમાં  પણ કોમ્પ્યુટર લેબ નથી

જવાબ દરમિયાન, શિક્ષણ પ્રધાન વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કમ્પ્યુટર લેબને બદલે તેના ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ હેઠળ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને શિક્ષણ આપવા માટે શાળાઓમાં “સ્માર્ટ ક્લાસરૂમ્સ” બનાવવાનું નક્કી કર્યું છે.

Delhi / દિલ્હીમાં 1 એપ્રિલથી ડ્રાઇવિંગના નિયમો બદલાશે, બસો અને માલસામાનના વાહનો પર કડક લેન નિયમો થશે લાગુ

Ukraine Crisis / ‘પતિને ગોળી મારી, બાળકની સામે સૈનિકોએ મહિલા પર કર્યો બળાત્કાર : રશિયન સૈનિકોની બર્બરતા