Not Set/ વિન્સ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે પરિવારજનોના આક્ષેપ, મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર

વડોદરા વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા જાણીતા સ્ટીલ વેપારી પ્રફુલ પટેલનું વિન્સ હોસ્પિટલમાં મોત થયુ છે. મોત થતા મૃતકના ડેથ સર્ટીફિકેટમાં મોતનુ કારણ અકબંધ અપાતા પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી. મૃતકના પરિવારજનોએ મોતના કારણને લઇને હોબાળો કર્યો હતો. ચોક્કસ કારણ વગર મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર કર્યો હતો. આ સમગ્ર મામલો ગર્માતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી […]

Top Stories Vadodara Videos
b275b658 0022 4b53 a9a3 58f56ddb38b8 13 વિન્સ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે પરિવારજનોના આક્ષેપ, મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર

વડોદરા

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા જાણીતા સ્ટીલ વેપારી પ્રફુલ પટેલનું વિન્સ હોસ્પિટલમાં મોત થયુ છે. મોત થતા મૃતકના ડેથ સર્ટીફિકેટમાં મોતનુ કારણ અકબંધ અપાતા પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

મૃતકના પરિવારજનોએ મોતના કારણને લઇને હોબાળો કર્યો હતો. ચોક્કસ કારણ વગર મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર કર્યો હતો. આ સમગ્ર મામલો ગર્માતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી.

દર્દીના પરિવારજનોનુ કહેવુ છે કે, હોસ્પિટલમાંથી રજા આપવાના દિવસે જ પ્રફૂલ પટેલનુ મોત થયુ હતુ. પરંતુ ડેથ સર્ટીફિકેટમાં મોતનુ ચોક્કસ કારણ આપવામા આવ્યુ નથી તો બીજી તરફ સંજય શાહનુ કહેવુ છે કે દર્દીના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે તેને અમદાવાદમાં તેના સબંધીને ત્યા બતાવુ છે તેમ કહેતા તેને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.

ત્યારે તેની તબીયત નોર્મલ હતી. પરંતુ અચાનક તેની તબીયત લથડતા તેની તબીબોએ તેની નાળી ચકાસી હતી. નાળી ચકાસાયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.