Not Set/ બ્લડ માટે બેંકની જેમ હવે રાજકોટમાં ચામડી માટે શરૂ થઈ સ્કીન બેંક..

કોઈ પણ જરૂરિયાતમંદ લોકો સીધો જ સ્કિન બેંકનો સંપર્ક કરીને સેવાનો લાભ લઇ શકે છે. આ સ્કિન બેંકની સેવા ફક્ત રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતી નહીં પરંતુ ગુજરાત અને પાડોશી રાજ્યમાં પણ સેવા આપી શકાય છે

Rajkot Gujarat
Untitled 24 બ્લડ માટે બેંકની જેમ હવે રાજકોટમાં ચામડી માટે શરૂ થઈ સ્કીન બેંક..

રાજયમાં  અમુક લોકો દાઝી જવાથી તેમની સ્કીન ખરાબ થઇ જતી હોય છે.  ત્યારે આવી નવી સર્જરી કરવાવી  દર્દીઓ સમાજના છેવાડાના તથા આર્થિક રીતે સમ્પન્ન ન હોય તેવા લોકો હોય છે. જેમના માટે સારવારનો ખર્ચ ઉપાડવો અશકય કે બહુ મુશ્કેલ  હોય છે. ત્યારે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા શરુ કરવામાં આવનાર આ સ્કીન બેંકમાંથી જરુરીયાતવાળા દર્દીઓને ખુબ જ રાહત દરે સ્કીન ઉપલબ્ધ કરવામાં આવશે.

મૃત શરીરમાંથી ડર્મેટોમ નામના સાધનની મદદથી ચામડીનું ઉપરનું પડ કાઢવામાં આવે છે. આ કામગીરી માટેના સ્ટાફને યોગ્ય ટ્રેનીંગ લેવી ખુબ જરુરી છે. રોટરી ગ્રેટરની સ્કીન બેંકના ડોકટર, નર્સ અને ટેકનીશ્યન સહીતના સ્ટાફે ભાયખલ્લા, મુંબઇ ખાતે આવેલી મસીના હોસ્5િટલમાં આવેલી મસીના સ્કીન બેંકના ખુબ જ ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન ડો. સુહાસ અભ્યંકર નીચે જરુરી તમામ ટ્રેનીંગ મેળવી છે.

આ પણ વાંચો ;બનાસકાંઠા / ડીસાના અધિકારીએ ચાલુ ડ્યુટીએ દારૂ પી કર્યો હોબાળો

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રો. પરેશ કાલાવડીયા અને સેક્રેટરી રો. હીતેશ સાપોવડીયાએ સમાજના દરેક વર્ગના લોકોને સ્કીન ડોનેટ કરવા અપીલ કરી છે. જેમ મૃત્યુ પછી ચક્ષુદાન કરીએ છીએ એ જ રીતે હવે સંકલ્પ કરીએ કે ચામડીનું દાન પણ કરીશું:  સ્કીન ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવા રોટરી ગ્રેટર સ્ક્રીન બેંકના સંપર્ક મો. નં. 90909 05556, 76008 17776 પર કરવા જણાવ્યું છે.

જરાતની સૌપ્રથમ સ્કિન બેંક રાજકોના ભાગ્યે આવતા હોવી રાજકોટ મેડિકલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના 10 પ્લાસ્ટિક સર્જન દ્વારા સ્કિન બેંક કાર્યરત રહેશે. જેમાં સ્કિનને લોન્ગ ટર્મ એટલે કે આશરે 4 થી 5 વર્ષ સુધી સાચવી શકાશે. આ સ્કિન બેંક બનાવવા માટે આશરે રૂ.70થી 80 લાખનો ખર્ચ થયો છે. જેમાં આર્થિક રીતે નબળા લોકોને આ સ્કિન બેંક નિ:શુલ્ક સહાય કરશે. આ સ્કિન ડોનેટ માટે પણ પ્રોસેસ કરવામાં આવશે. કલેક્ટ કરેલી સ્કિનને કોર્ડિંગ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને સાચવણી માટે બેંકમાં રાખવામાં આવશે. સ્કિન ડોનેટ દ્વારા બર્ન્સના દર્દીઓને લાંબો સમય સુધી હોસ્પિટલમાં દાખલ પણ રહેવું પડશે નહીં. તો બીજી તરફ થર્ડ અને ફોર્થ ડિગ્રીના દર્દીઓ માટે સ્કિન બેંક આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે.

કોઈ પણ જરૂરિયાતમંદ લોકો સીધો જ સ્કિન બેંકનો સંપર્ક કરીને સેવાનો લાભ લઇ શકે છે. આ સ્કિન બેંકની સેવા ફક્ત રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતી નહીં પરંતુ ગુજરાત અને પાડોશી રાજ્યમાં પણ સેવા આપી શકાય છે. કોઈ પણ સ્કિન ડોનાર બેંકને જાણ કરશે તો તેમના ઘરેથી જ સીધી સ્કિન લઈ શકશે. કલેક્ટ થયેલી સ્કિનને -4 થી -8 ડીગ્રી સુધી સોર્ટ ટર્મ માટે સાચવી શકાય છે. તો -70 થી -80 ડિગ્રીમાં સ્કિનને વર્ષો સુધી સાચવી શકાય છે. જેમ મૃત્યુ પછી ચક્ષુદાન કરવામાં આવે છે એ જ રીતે ચામડીનું દાન પણ કરી શકાય છે એ ચામડીને ખુબ લાંબા સમય સુધી સાચવીને સ્કીન બેંકમાં રાખવામાં આવે છે.

આ પણ વાંચો ;રાજકોટ / ઋષિકેશમાં રાજકોટના પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું