વડોદરા/ માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા

પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામની એનજીઓએ ચાર સદી જૂની આ કલાને પુનર્જીવિત કરવામાં મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રે એનજીઓને આ વર્ષો જૂની કળાને પુનર્જીવિત કરવા પ્રેરણા આપી.

Gujarat Vadodara Trending
બાળકી 5 માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા

માટીનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવાની 400 વર્ષ જૂની પદ્ધતિ વડોદરામાં ફરી સજીવન થઇ રહી છે. વડોદરા જિલ્લાના ફતેહપુરના કુમ્હારવાડામાં કેટલાક કારીગરો છે જેઓ માટીનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવામાં નિપુણતા ધરાવે છે, વિવિધ પ્રકારના માટીના ફટાકડા બનાવે છે. જેને કોઠી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ચાઈનીઝ ફટાકડાનું ભારતીય બજારોમાં આગમન થતા આ કળા લુપ્ત થઈ ગઈ હતી. જેને લઇ લગભગ બે દાયકા સુધી આ ફટાકડાનું ઉત્પાદન બંધ થઈ ગયું.

  • ચાર સદીઓ જૂની કલા
  • આ ફટાકડા 100% સ્વદેશી છે
  • રમણ પ્રજાપતિ નામના કલાકાર
  • 1-5 લાખ કોઠી બનાવી શકીએ છીએ

ચાર સદીઓ જૂની કલા

પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામની એનજીઓએ ચાર સદી જૂની આ કલાને પુનર્જીવિત કરવામાં મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રે એનજીઓને આ વર્ષો જૂની કળાને પુનર્જીવિત કરવા પ્રેરણા આપી. આનાથી આ કલાના સ્વરૂપને નવી પેઢી સમક્ષ ઉજાગર થશે એટલું જ નહીં પરંતુ કેટલીક જરૂરી રોજગારી પણ મળશે.

આ ફટાકડા 100% સ્વદેશી છે

પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધીએ જણાવ્યું હતું કે, “આ ફટાકડા 100 ટકા સ્વદેશી છે. કોઠી માટીની બનેલી છે. એક કુંભારે તેને માટીનો ઉપયોગ કરીને બનાવી હતી. ચક્ર કાગળ અને વાંસનું બનેલું છે. અમારો ઉદ્દેશ્ય સ્થાનિક કલાકારોને વધુમાં વધુ રોજગારી આપવાનો છે. આ ઇકો ફ્રેન્ડલી છે. ઉપયોગ કર્યા પછી ઓગળી જાય છે. ઉપરાંત, તે બાળકો માટે સલામત છે. કોઈપણ વ્યક્તિ આ ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. અમારી થીમ ‘વોકલ ફોર લોકલ’ છે.

રમણ પ્રજાપતિ કલાકાર

રમણ પ્રજાપતિ નામના કારીગરે ફરી એકવાર કોઠી બનાવવા માટે એનજીઓને શ્રેય આપ્યો અને કહ્યું કે તેઓ એ હદે સુરક્ષિત છે કે કોઈના હાથમાં પકડીને પણ ફોડી શકે છે. ફટાકડા બનાવવાની આ 400 વર્ષ જૂની પદ્ધતિ છે.

1-5 લાખ કોઠી બનાવી શકીએ છીએ

તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલા માટીના ફટાકડા બનાવવાનું બંધ ક ર્યું હતું આ ધંધામાં કોઈ નફો રહ્યો નાં હતો. પરંતુ નીતલ ગાંધી સાથે મુલાકાત બાદ કેટલાક નમૂના બનાવ્યા હતા અને તેમને બતાવ્યા પણ હતા. પછી મેં માટીના 2 ટ્રેક્ટર મંગાવી અને આ ફટાકડા બનાવ્યા છે. આ દિવાળી દરમિયાન કમાણી પણ કરી છે. અને અમે 1-5 લાખ કોઠી બનાવી શકીએ છીએ.

કચ્છ / CM ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે 

સુરત / નહેરમાંથી આશરે 9 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

મંજૂરી / સંરક્ષણ વિભાગે આધુનિક શસ્ત્રો માટે 7,965 કરોડ રૂપિયાની દરખાસ્તને આપી મંજૂરી

ધનતેરસ 2021 / અમિત શાહ સહિત આ નેતાઓએ દેશવાસીઓને પાઠવી ધનતેરસની શુભેચ્છા….