Not Set/ મુન્દ્રા પોર્ટ/ કન્ટેનરમાંથી એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળી આવતા હડકંપ

કચ્છના મુન્દ્રા ખાતે આવેલા અદાણી પોર્ટ  પર ગઈકાલે બે કન્ટેનરમાંથી શંકાસ્પદ વાતુઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. પોર્ટ પર આવેલા કન્ટેનરમાંથી મળેલી સંકાસ્પદ વસ્તુને કરને સુરક્ષા એજન્સી હરકતમાં આવી ગયી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કન્ટેનર અમેરિકાથી આવ્યું છે, પણ તેમાં મળેલી વસ્તુ બહુ જ ખતરનાક છે જેને લઈને સુરક્ષા અધિકારી પણ હરકતમાં આવી […]

Gujarat Others
PORT મુન્દ્રા પોર્ટ/ કન્ટેનરમાંથી એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળી આવતા હડકંપ

કચ્છના મુન્દ્રા ખાતે આવેલા અદાણી પોર્ટ  પર ગઈકાલે બે કન્ટેનરમાંથી શંકાસ્પદ વાતુઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. પોર્ટ પર આવેલા કન્ટેનરમાંથી મળેલી સંકાસ્પદ વસ્તુને કરને સુરક્ષા એજન્સી હરકતમાં આવી ગયી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કન્ટેનર અમેરિકાથી આવ્યું છે, પણ તેમાં મળેલી વસ્તુ બહુ જ ખતરનાક છે જેને લઈને સુરક્ષા અધિકારી પણ હરકતમાં આવી ગયા છે. અને તપાસ નો દોર શરુ કર્યો છે. અમેરિકાના ન્યૂયોર્કથી જહાજમાં આવેલું આ કન્ટેનર વાયા કરાંચી થઈને મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું.

આ કન્ટેનરની તપાસ દરમિયાન તેમાંથી અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળી આવ્યા છે. આ કન્ટનેર ક્યાંથી આવ્યા, કેમ આવ્યા તે અંગે કસ્ટમ વિભાગ પાસે થી હજુ કોઈ માહિતી મળી નથી.

કન્ટનેરમાંથી મળી આવેલા લોન્ચિંગ ગિયરનું વજન 10 ટન કરતા પણ વધુ છે.  અગત્યની બાબત એ છે કે આ પ્રકારના લોન્ચિંગ ગીયરનું ઉત્પાદન વિશ્વમાં માત્ર બે જ કંપનીઓ કરે છે. જેમાં એક અમેરિકાની બોઈંગ અને બીજી યુરોપની એરબસ કંપની છે. આ ગિયર સાઉદી અરેબિયા મોકલવાના હતા, ત્યારે અહીં કેવી રીતે આવ્યા તે એક કોયડો છે. સુરક્ષા કંપનીઓ આ અંગે વધુ શોધ હાથ ધરી છે.

8 નવેમ્બરના રોજ અમેરિકાના ન્યુયોર્કના બંદરથી ત્યાંની સ્થાનિક કંપની ડીએચએલ ગ્લોબલ ફોરવર્ડિંગ નામની પેઢીએ જર્મનીના હેમ્બર્ગ સ્થિત હેપેજ લિયોડ નામની શિપિંગ કંપનીના ક્યોટ એક્સપ્રેસ નામના જહાજમાં આ લોન્ચિંગ ગીયર મોકલ્યા હતા. આ લોન્ચિંગ ગીયર સાઉદી અરેબિયામાં લોડ કરવાના હતા. પરંતુ બે કન્ટેનર સાઉદી અરેબિયામાં લોડ થયા જ નહિ, અને જહાજ પર રહી ગયા. બંને કન્ટેનર લઈને જહાજ રવાના થયું હતું. આ જહાજ પાકિસ્તાનના કરાંચી બંદરથી થઈને મુન્દ્રા પહોંચ્યું હતું. કન્ટેનરનો સામાન ચકાસતા જ અધિકારીઓના હતઃ આ લોન્ચિંગ ગીયર લાગ્યા હતા અને સ્તબ્ધ થઇ ગયા હતા. મુન્દ્રા પોર્ટ પર એરક્રાફ્ટના લોન્ચિંગ પેડ મળતા હાલ તો સુરક્ષા અધિકારીઓએ તપાસનો દોર શરુ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.