અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસ પર છે. આજે અમિત શાહ માણસામાં સહપરિવાર માતાજીના દર્શન કરવા પહોચ્યા હતા.તેઓ સહ પરિવાર દર વર્ષે નવરાત્રીના પર્વ નિમિત્તે માણસા જતા હોય છે. જ્યાં માતાજીની આરતી કરી તેઓ આશીર્વાદ લેવાની તેમની પરિવારની પરંપરા રહી છે.ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી દરમિયાન માણસા ખાતે આરતી કરીને માતાજીના આશીર્વાદ લેવાની પરંપરા કાયમ રાખી છે.આજે પણ તેમમે દર્શન કરીને પરંપરા જાળવી રાખી છે.
નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે માણસા ખાતે આવેલા બહુચર માતાજીના મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરી હતી.વર્ષોની પરંપરા જાળવી રાખી છે. માતાની આરતી પણ અમિત શાહે કરી હતી.