નિવેદન/ રાફેલ મામલે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને શું કહ્યું જાણો…

કેન્દ્ર સરકાર પર  રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતો અને સાથીદારોને કહ્યું કે સરકાર સામે લડવાનું કે ડરવાની જરૂર નથી કારણ કે સત્ય હમેશા તેમની સાથે છે

Top Stories India
જજજજજજજજ રાફેલ મામલે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને શું કહ્યું જાણો...

કેન્દ્ર સરકાર પર  રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતો અને સાથીદારોને કહ્યું કે સરકાર સામે લડવાનું કે ડરવાની જરૂર નથી કારણ કે સત્ય હમેશા તેમની સાથે છે ,આ નિવેદન રાહુલ ગાંધીનું ત્યારે આવ્યું છે જ્યારે ફ્રેન્ચ પોર્ટલ મીડિયાપાર્ટના અહેવાલ આવ્યો.હજુ સુધી આ અહેવાલ પર સંરક્ષણ મંત્રાલય અથવા દસોલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ ફરી એકવાર આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

 ફ્રેન્ચ પ્રકાશન મીડિયાપાર્ટે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે દસોલ્ટ એવિએશને આ ડીલ માટે સુશેન ગુપ્તા નામના મધ્યસ્થીને 7.5 મિલિયન યુરો એટલે કે 65 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘જ્યારે સત્ય દરેક પગલે તમારી સાથે છે, તો ચિંતા કરવાની શું વાત છે? મારા કોંગ્રેસના સાથીઓ – ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આ રીતે લડતા રહો. રાહ ન જુઓ, થાકશો નહીં, ડરશો નહીં!’ આ સાથે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં રાફેલ કૌભાંડ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. મીડિયાપાર્ટે રાફેલને લઈને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ડસોલ્ટ એવિએશને 2007 અને 2012 વચ્ચે મોરેશિયસમાં વચેટિયાઓને લાંચ આપી હતી.

મીડિયાપાર્ટે જુલાઈમાં અહેવાલ આપ્યો હતો કે 36 રાફેલ ફાઇટર જેટની સપ્લાય માટે ભારત સાથે રૂ. 59,000 કરોડના સરકારી સોદામાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર અને પક્ષપાતની સંવેદનશીલ ન્યાયિક તપાસનું નેતૃત્વ કરવા માટે ફ્રેન્ચ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રની એનડીએ સરકારે 23 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય વાયુસેના માટે દસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ જેટ ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

કોંગ્રેસ આ મુદ્દે શરૂઆતથી જ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે અને ડીલમાં મોટી ગેરરીતિનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન સરકાર દરેક વિમાન ખરીદવા માટે રૂ. 1,670 કરોડ આપી રહી છે જ્યારે યુપીએ સરકાર દ્વારા આ સોદા માટે રૂ. 526 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે આ ડીલ અને કથિત ભ્રષ્ટાચાર અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ સરકારે તમામ આરોપોને ફગાવી દીધા હતા.