સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરના વોર્ડ નંબર-૦૪ અને ૦૬ના શંકરપરા વિસ્તારના કોંગી કાર્યકરોએ સુરેન્દ્રનગર કમલમ્ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કરતા પાટડી નગરમા કોંગ્રેસ પાર્ટીમા સોંપો પડી ગયો હતો. દસાડાના કોંગ્રેસના પૂર્વ MLAના સૌથી નજીક ગણાતા પાટડીના યુવા કાર્યકરોએ કોંગ્રેસથી છેડો ફાડ્યો
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ગામડાથી માંડી મોટા શહેરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પાટડી નગરમા કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર-૦૪ અને ૦૬ના પીઢ કોંગી કાર્યકરો પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખ, પાટડી શહેર ભાજપના પ્રમુખ મુકેશ દેસાઈ, પાલિકાના ઉપપ્રમુખ હિતેષ રાવલ તથા દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારના પ્રયાસોથી મોદી સરકારના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઈ દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા કોંગ્રેસ જિલ્લા મહામંત્રી વિક્રમ રબારીના સૌથી નજીક ગણાતા કોંગ્રેસ પાર્ટીના યુવા કાર્યકર રાહુલ ચાવડા, કૌશિક પરમારએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ઉપરાંત એડવોકેટ વિજયકુમાર, મુન્નાભાઈ, ભરતભાઈ પરમાર, મનસુખ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી છોડી સુરેન્દ્રનગર કમલમ્ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા પાટડી નગરમા કોંગ્રેસના ગઢ સમાન શંકરપરાના યુવાનો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પાર્ટીમા ઉહાપોહ મચી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ