Panchmahal/ કાલોલ તાલુકામાં બેવફા પ્રેમીએ પ્રેમમાં દગો કરતા વિદ્યાર્થીની એ કરી આત્મહત્યા

કાલોલના શક્તિપુરા પાસે નર્મદા કેનાલમાંથી હાલોલના કોપરેજની ૨૦ વર્ષીય યુવતીની લાશ ગુરૂવારે મળી અને સુસાઈટ નોટને આધારે શુક્રવારે ફરિયાદ નોંધાવી.

Gujarat Others
police attack 55 કાલોલ તાલુકામાં બેવફા પ્રેમીએ પ્રેમમાં દગો કરતા વિદ્યાર્થીની એ કરી આત્મહત્યા

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

કાલોલના શક્તિપુરા પાસે નર્મદા કેનાલમાંથી હાલોલના કોપરેજની ૨૦ વર્ષીય યુવતીની લાશ ગુરૂવારે મળી અને સુસાઈટ નોટને આધારે શુક્રવારે ફરિયાદ નોંધાવી.

મૃતક યુવતીએ વોટસએપ ગૃપમાં તેના પ્રેમીએ તરછોડી, બદનામ કરી અને વોટસએપ પર બ્લોક કરી દેતા મોતને વહાલું કર્યું હોવાનો ઉલ્લેખ કરતી સુસાઈટ નોટ લખીને કેનાલમાં ઝંપલાવ્યું. હાલોલ તાલુકાના કોપરેજ ગામની એક વીસ વર્ષીય કોલેજીયન યુવતીએ તેની સુસાઈટ નોટના આધારે ગામના યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો પરંતુ પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરવા તેને તરછોડી બદનામ કરતા અંતે યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતા સુસાઈટ નોટ મુજબ ટર્નિંગ પોઇન્ટ બનેલા પ્રેમ પ્રકરણ અંગેનાં કરુણ અંજામને પગલે ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના અંગે ફરિયાદની વિગતો મુજબ હાલોલ તાલુકાનાં કોપરેજ ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ શામળસિંહ પરમારને તેમના છ સંતાન પૈકી બીજા નંબરની ૨૦ વર્ષીય કોલેજીયન યુવતી નામે હેતલ પરમારે જે હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તદુપરાંત પુના સ્થિત ગુરુકુળ સોફ્ટવેરમાં સોફ્ટવેર અંગેનો કોર્સ પણ કરતી હતી. જે યુવતી ગત ૨૫ જાન્યુઆરીના રોજ તેના ઘરેથી કોલેજ જવા નીકળી હતી પરંતુ બપોર બાદ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા તેના મિત્રો તથા સંબંધીઓમાં પૂછપરછ કરી શોધખોળ આદરી હતી. જે અંગે પાછલા ત્રણ દિવસથી ગુમ થયેલી પોતાની દિકરી અંગે તેના પિતા ગુરુવારે હાલોલ પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની જાણ કરવા જતા હતા એ સમયે પરિવારજનોને જાણ થઈ કે કાલોલ વિસ્તારનાં શક્તિપુરા ગામ પાસેની નર્મદા કેનાલના ગેટ નંબર ૧૦૫ પાસે એક યુવતીની લાશ પાણીમાં તરતી દેખાય છે.

police attack 56 કાલોલ તાલુકામાં બેવફા પ્રેમીએ પ્રેમમાં દગો કરતા વિદ્યાર્થીની એ કરી આત્મહત્યા

જે જાણકારીને પગલે પરિવારજનો શક્તિપુરા પાસે નર્મદા કેનાલ પર દોડી આવ્યા હતા અને લાશને બહાર કાઢી યુવતીના કપડા પરથી તેના પિતાએ ઓળખ કરી હતી. જોકે યુવતીનાં મૃતદેહ પર મોઢાનો ભાગ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. જે મૃતદેહ અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ લાવી પોસ્ટમોર્ટમ મુજબ પાણી પી જતાં શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયું હોવાના રિપોર્ટને પગલે યુવતીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પરિવારજનોએ જ્યારે ગુરુવારે સાંજે અંતિમવિધિ કરી ઘરે આવ્યા ત્યારે એક ભેદ ખુલ્યો હતો કે તેમના એક ભત્રીજાએ જણાવ્યું હતું કે મૃતક યુવતીની બહેને પુનાથી તેને વોટસએપ કરી હેતલે મરતા પહેલાં તેના એક વોટસએપ ગૃપમાં સુસાઈટ નોટ મૂકી હોવાનું જણાવ્યું હતું. જે વોટસએપ પર આવેલી સુસાઇટ નોટ હેતલે એક નોટનાં સાત પાનામાં ગુજરાતી ભાષાને અંગ્રેજી ઢબે પેનથી લખી પોતે સુસાઈટ કરવા જઈ રહી હોવાનું સામે આવ્યુ છે.

તેના સુસાઈડ કરવાનું કારણ તેના કોપરેજ ગામના એક યુવક નામે રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેનો પ્રેમ સંબંધ હોવાનું લખીને પ્રેમી રાહુલે તેને ખોટી ખોટી વાતોમાં ફસાવી, તેને દરરોજ મળી શારીરિક સંબંધો પણ બાંધતો હતો, જેને હું લવ સમજી બેઠી જ્યારે મેં તેના પર વિશ્વાસ કર્યો અને તેના માટે બધું કરી પોતે તેના અને મારા ફોટા પણ (સોશ્યિલ મીડિયામાં) અપલોડ કરી દીધા હતા. પરંતુ તેને મારો ઉપયોગ કરી અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે મારી ગંદી વાતો કરી એક જ સેકન્ડમાં મને છોડી દીધી જેથી અંગે પોતે સુસાઈટ કરે છે એવું જણાવવા છતાં તારે જે કરવું હોય તે કરી શકે છે એવું જણાવ્યું હતું. આમ યુવતીએ પોતાની સુસાઈટ નોટમાં પ્રેમી યુવક પર તેને ઈગનોર કરી, તેને વોટસએપ પર બ્લોક કરી દેવા સહિતના અનેક આક્ષેપ કરી પોતે ગામમાં અને પોતાના કુટુંબમાં મોં બતાવવાને લાયક રહી નહી હોવાની હકીકતો જણાવી પોતાના હાથે લખેલી અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખી પુના સ્થિત વોટ્સએપ ગ્રુપમાં સુસાઈટ નોટ શેયર કરી મોતને વહાલું કર્યું હોવાનું જણાવ્યું હતું. આમ ગુરુવારે મોડા મળેલી સુસાઈટ નોટના આધારે યુવતીના પિતાએ શુક્રવારે કાલોલ પોલીસ મથકે વોટસએપ ઈમેજ મુજબની સુસાઈટ નોટ બતાવી સુસાઈટ નોટના ઉલ્લેખ મુજબ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક રાહુલ નગીનભાઈ સોલંકી સામે એક આશાસ્પદ તરુણીને લગ્ન કરવાના સપના દેખાડી અવાર નવાર મળી શારીરિક સંબંધો બાંધી અન્ય યુવતી મળતા મૃતક યુવતીને તરછોડી તેનો નંબર બ્લોક કરી મજબૂર કરી દેવાની દુષ્પ્રેરણા મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ માટે પ્રેમી યુવકની તપાસ મુજબ અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવાની તજવીજ શરૂ કરી છે.

મૃતક યુવતીએ તેની સુસાઈટ નોટમાં છેલ્લે પોતાના માબાપને ઉદ્દેશીને લખ્યું હતું કે ,”મમ્મી પપ્પા તમે મને સમજો અને પ્લીઝ હિંમત ના હારતા, મારા સિવાય પણ બીજી છોકરીઓ છે, ભાઈ છે, મારું આ પગલું ભરવાનું કારણ એ છે કે હું તમારા સપના પૂરા કરી શકી નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો