Gujarat/ અમદાવાદનો CTM બ્રિજ બન્યો સ્યુસાઈડ પોઈન્ટ, વધુ એક મહિલાએ ઝંપલાવ્યું

અમદાવાદનો સીટીએમ ઓવરબ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર ઓવરબ્રિજ પરથી કૂદીને મોતની ઘટના સામે આવી છે. શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું…

Top Stories Ahmedabad Gujarat
CTM Suicide Point

CTM Suicide Point: અમદાવાદમાં ફરી એકવાર ઓવરબ્રિજ પરથી કૂદીને મોતની ઘટના સામે આવી છે. શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઓવરબ્રિજ પરથી પડી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા એક મહિનામાં બ્રિજ પરથી કૂદવાની આ ચોથી ઘટના છે. અજાણી મહિલાએ છલાંગ લગાવી જીવ આપી દેતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પહેલા બુધવારે સવારે 11 વાગ્યે અમદાવાદમાં CTM એક્સપ્રેસ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે યુવતીએ અચાનક પુલ પરથી છલાંગ લગાવી દીધી. જ્યારે તે નીચે પડી ત્યારે એક કાર તેના પર દોડી ગઈ, જેમાં યુવતીને ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરી હતી. સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જો કે તેણે આ પગલું કેમ ભર્યું તેની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે સ્થાનિક લોકો ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવા માંગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે 17 ફેબ્રુઆરીએ 12 વર્ષના છોકરાએ આ પુલ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ધોરણ 7માં ભણતો બાળક માનસિક બીમારીની દવા લેતો જોવા મળ્યો હતો. પિતાએ ઘરમાં બાળકને ઠપકો આપતાં માતાએ ઘરે પહોંચીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો.

આ પણ વાંચો: Ahmedabad/BMW હિટ એન્ડ રન, અકસ્માત સર્જનાર સત્યમના પિતાનું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો: Karnataka/PM મોદીનો જાદુ દરેક જગ્યાએ કામ કરી રહ્યો છે: અમિત શાહ

આ પણ વાંચો: PM Modi Gujarat Visit/PM મોદી ઓસ્ટ્રેલિયાના PM સાથે અમદાવાદ ટેસ્ટ નિહાળશે