Not Set/ અમેરિકાએ 1.66 બિલીયન ડોલરની પાકિસ્તાનની સિક્યુરીટી સહાયને કરી સસ્પેન્ડ

પેન્ટાગોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પાકિસ્તાનને સિક્યુરીટી માટેની 1.66 બિલીયન ડોલરની મદદને અટકાવી દેવામાં આવી છે. ડીફેન્સ ડીપાર્ટમેન્ટનાં વક્તા દ્વારા આ માહિતી એક સવાલનાં જવાબમાં ઇમેલ પર આપવામાં આવી હતી. ડેવિડ સિડની જે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સેન્ટ્રલ એશિયાનાં ડેપ્યુટી આસીસ્ટન્ટ સેક્રેટરી ડીફેન્સનો કાર્યભાર સંભાળી ચુક્યા છે, એમનું કહેવું છે કે, ‘પાકિસ્તાની […]

Top Stories World
711321 us pak flag અમેરિકાએ 1.66 બિલીયન ડોલરની પાકિસ્તાનની સિક્યુરીટી સહાયને કરી સસ્પેન્ડ

પેન્ટાગોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પાકિસ્તાનને સિક્યુરીટી માટેની 1.66 બિલીયન ડોલરની મદદને અટકાવી દેવામાં આવી છે. ડીફેન્સ ડીપાર્ટમેન્ટનાં વક્તા દ્વારા આ માહિતી એક સવાલનાં જવાબમાં ઇમેલ પર આપવામાં આવી હતી.

ડેવિડ સિડની જે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સેન્ટ્રલ એશિયાનાં ડેપ્યુટી આસીસ્ટન્ટ સેક્રેટરી ડીફેન્સનો કાર્યભાર સંભાળી ચુક્યા છે, એમનું કહેવું છે કે, ‘પાકિસ્તાની નેતાઓએ કોઓપરેટ કરવાનું વચન આપ્યું હતું પરંતુ ફક્ત બોલવા સિવાય કોઇપણ જાતનું સીરીયસ કોઓપરેશન જોવા મળ્યું નથી એટલે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ થઇ ગયાં છે અને એટલે જ મોટા ભાગનાં અમેરિકન્સ પણ.’

એમણે વધુમાં જણાવ્યું કે, ‘ અમેરિકા પાકિસ્તાનને તાલીબાન, લશ્કર-એ-તૈયબા અને બીજા પાકિસ્તાનનાં ગ્રુપ્સ જે પાકિસ્તાનનાં પાડોશી દેશોને ધમકાવે છે એની સામે પગલાં લેવાનું જ કહે છે.’

આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે થોડાં સમય પહેલાં એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાન ઓસામા બિન લાદેન ક્યાં છે એનાં વિષે જાણતું હતું.