Not Set/ શિક્ષકોની ગેરહાજરીની ફરિયાદને લઈને બનાવાઈ એપ, શિક્ષકોની હાજરી,સ્ટાફનું એપ કરશે મોનિટરીંગ

ક્ચ્છ ક્ચ્છના અંતરિયાળ વિસ્તારોમાં  શિક્ષકો રજા લીધા વિના ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો બાદ આ સમસ્યાનો કાયમી ધોરણે નિવેડો લાવવા ખાસ મોબાઈલ એપ બનાવવામાં આવી છે. શિક્ષકો પર નજર રાખવા માટે બનાવાયેલી આ મોબાઈલ એપ શિક્ષકોની હાજરીનું મોનિટરીંગ રાખતાં સ્ટાફનું પણ આપોઆપ મોનિટરીંગ કરશે.  ભુજ તાલુકાની 300 પ્રાથમિક શાળાઓમાં આ મોબાઈલ એપનું સફળતાપૂર્વક પરીક્ષણ થઈ રહ્યું […]

Top Stories Gujarat Others Trending
dsa 10 1 શિક્ષકોની ગેરહાજરીની ફરિયાદને લઈને બનાવાઈ એપ, શિક્ષકોની હાજરી,સ્ટાફનું એપ કરશે મોનિટરીંગ

ક્ચ્છ

ક્ચ્છના અંતરિયાળ વિસ્તારોમાં  શિક્ષકો રજા લીધા વિના ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો બાદ આ સમસ્યાનો કાયમી ધોરણે નિવેડો લાવવા ખાસ મોબાઈલ એપ બનાવવામાં આવી છે.

શિક્ષકો પર નજર રાખવા માટે બનાવાયેલી આ મોબાઈલ એપ શિક્ષકોની હાજરીનું મોનિટરીંગ રાખતાં સ્ટાફનું પણ આપોઆપ મોનિટરીંગ કરશે.  ભુજ તાલુકાની 300 પ્રાથમિક શાળાઓમાં આ મોબાઈલ એપનું સફળતાપૂર્વક પરીક્ષણ થઈ રહ્યું છે અને આગામી એકાદ પખવાડિયા બાદ સમગ્ર કચ્છમાં આ મોબાઈલ એપ લોન્ચ કરી દેવાશે.

આ મોબાઈલ એપ જીપીએસથી જોડાયેલી હશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીનું દૈનિક ધોરણે મોનિટરીંગ કરશે. જીપીએસ ઈનેબલ્ડ એપ હોઈ મોનિટરીંગ સ્ટાફ જે-તે વિસ્તારની શાળામાં જશે ત્યારે જ તે એપ એક્ટિવ થઈ શકશે. અર્થાત્, કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન પર ઘેરબેઠાં શિક્ષકો-છાત્રોની હાજરીના આંકડા લઈ એપમાં ડેટા નાખી શકશે નહીં.

પરિણામે, સીઆરસી, બીઆરસી, બીઆરપી, ઑફિસ ઈન્ચાર્જ કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જેવા મોનિટરીંગ સ્ટાફની હાજરી અને તેમનું ફિલ્ડવર્ક પણ એપ મારફતે આપોઆપ જણાઈ આવશે.જિલ્લામાં કુલ 1774 પંચાયતી પ્રાથમિક શાળાઓ છે.

તમામ શાળાના છાત્રો અને શિક્ષકોની હાજરી-ગેરહાજરીનો ડેટા રોજેરોજ ભુજમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ બપોરના 12 વાગ્યા સુધીમાં આવી જશે.