છેડતી/ અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, બાપુનગરમાં ચાલુ રીક્ષામાં મહિલાની કરાઈ છેડતી

પીડિત મહિલા શહેરના મેઘાણીનગરમાં રહે છે અને તે પોતાના કામ પતાવવા બાપુનગર ભીડભંજન ખાતે ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. જો કે રીક્ષામાં પહેલેથી મોઢે રૂમાલ બાંધી બે યુવકો બેઠા હતા.

Ahmedabad Gujarat
a 66 અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, બાપુનગરમાં ચાલુ રીક્ષામાં મહિલાની કરાઈ છેડતી

ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓને નકારતી એક ઘટના અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી સામે આવી છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક મહિલા છેડતીની ઘટના બની છે, જ્યાં ચાલુ રીક્ષામાં બે નરાધમોએ મહિલાને શારીરિક અડપલા કર્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી ગયા હતા.

પ્રાપ્ત જાણકારી મુજબ, પીડિત મહિલા શહેરના મેઘાણીનગરમાં રહે છે અને તે પોતાના કામ પતાવવા બાપુનગર ભીડભંજન ખાતે ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. જો કે રીક્ષામાં પહેલેથી મોઢે રૂમાલ બાંધી બે યુવકો બેઠા હતા. રીક્ષા ચાલક અલગ રસ્તે લઈ જતો હોવાનું જણાતા હેમાલીબેને કેમ અલગ રસ્તે લઈ જાવ છો તેમ કહ્યું હતુ.

જો કે રીક્ષામાં બેઠેલા બંન્ને યુવકોએ તેમના મોઢા પરથી રૂમાલ હટાવી મહિલાની શારીરક છેડછાડ કરવા લાગ્યા હતા.જો કે મહિલા તે બંન્ને યુવકોને ઓળખી ગયા હતા. ત્યારબાદ બંન્ને ભેગા થઈને હેમાલી બહેનને ધમકી આપી હતી કે, તારા માસીના દિકરાના છુટાછેડાની મેટરમાં વચ્ચે પડીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ.

બીજી તરફ હવે ગભરાયેલી મહિલાએ મહિલા હેલ્પલાઈનનો સહારો લઈ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરીક અડપલા અને ધાકધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ