હિટવેવ/ ગરમીમાં શેકાવા રહો તૈયાર, રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી

રાજ્યમાં હવે ઉનાળો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સવારથી જ હવે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. વળી બપોરની વાત કરીએ તો ત્યારે રસ્તા જાણો સુમસામ બની જાય છે.

Top Stories Gujarat Others
Untitled 156 ગરમીમાં શેકાવા રહો તૈયાર, રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી
  • રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી
  • હીટવેવની હવામાન વિભાગની આગાહી
  • 11 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન
  • કાળઝાળ તાપ સાથે ગરમ પવનો પણ ફૂંકાશે
  • દરિયા કિનારા વિસ્તારનું તાપમાન પણ વધશે

રાજ્યમાં હવે ઉનાળો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સવારથી જ હવે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. વળી બપોરની વાત કરીએ તો ત્યારે રસ્તા જાણો સુમસામ બની જાય છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી આપી છે.

રાજકારણ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જવાની વકી છે. વળી રાજ્યનાં 11 શહેરો એવા છે જ્યા 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કાળઝાળ તાપ સાથે ગરમ પવન ફૂંકાશે, સાથે દરિયા કિનારા વિસ્તારનું તાપમાન પણ વધશે તેવી આગાહી કરી છે.

પહેલા ના માન્યા તેનુ પરિણામ / મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. સવારનાં સમયમાં પણ હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તો હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ