Not Set/ ગાંધીનગર : SRPના પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને કરી આત્મહત્યા

ગાંધીનગર ગાંધીનગરમાં SRPના પીએસઆઈએ સુસાઇડ કરતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ SRPના PSI સેકટર ૨૭ના પોલીસ આવાસમાં રહેતા હતા અને ત્યાં જ તેઓએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ પીએસઆઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા […]

Gujarat
PSI committed suicide 5 ગાંધીનગર : SRPના પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને કરી આત્મહત્યા

ગાંધીનગર

ગાંધીનગરમાં SRPના પીએસઆઈએ સુસાઇડ કરતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ SRPના PSI સેકટર ૨૭ના પોલીસ આવાસમાં રહેતા હતા અને ત્યાં જ તેઓએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ પીએસઆઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પીએસઆઇને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતાં સેકટર ૨૧ની પોલીસને થતા તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે આ પીએસઆઇ ક્યુઆરટીમાં ફરજ બજાવે છે.અને અગમ્ય કારણોસર સુસાઇડ કરતાં પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે PSIની આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે.