Crime/ પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતી મહિલાઓ પહેલા આ વાંચી લેજો….તમારી સાથે પણ આવું થઇ શકે

મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતા તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈપીસી 376 મુજબ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 16T093527.041 પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતી મહિલાઓ પહેલા આ વાંચી લેજો....તમારી સાથે પણ આવું થઇ શકે

Amreli News: અમરેલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીએ મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતા તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈપીસી 376 મુજબ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ,  મહિલાને પતિ સાથે મનદુ:ખ થતા ચારેક વર્ષ પહેલા વિસાવદર કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. મહિલા ન્યાય માટે અવારનવાર પોલીસ સ્ટેશને જતી હતી. ત્યારે મહિલા ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેશ રાઠોડના સંપર્કમાં આવી હતી. ધીમે ધીમે પોલીસ કર્મચારીએ મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પોતે પણ પત્નીથી દુ:ખી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે પોલીસમાં છે તેથી તેની મદદ કરશે. તેવું કહી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ભોગ બનનાર પીડિતા સાથે પોલીસ કર્મચારી મહેશ રાઠોડે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધી લગ્નની લાલચ આપતો હતો. મહેશ રાઠોડ હાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. પીડિતાએ તેની સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરતા આરોપી મહેશ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:અયોધ્યામાં રામલલ્લાની આજથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત્ શરૂ કરાશે, મહોત્સવની શુભ ઘડી આવી ગઈ